Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ફૂલગુલાબી ઠંડીનો પ્રારંભ, ૧૬.૬ ડિગ્રી તાપમાન

Webdunia
શુક્રવાર, 4 નવેમ્બર 2016 (14:51 IST)
અમદાવાદમાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. શહેરમાં ફુલગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. સવાર સાંજના આલ્હાદક માહોલથી શિયાળાનો અહેસાસ વર્તાઈ રહ્યો છે. ઠંડીનો પારો પણ ધીમે ધીમે નીચે ગગડી રહ્યો છે. આજે અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૬.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતા એક ડિગ્રી ઓછું હતું.

આમ તો નવરાત્રોત્સવ દરમિયાન શિયાળાનો ધીમે પગલે પ્રારંભ થઈ જતો હોય છે પરંતુ આ નોરતામાં આકસ્મિકપણે મેઘરાજા અમદાવાદ સહિત રાજ્યભરમાં મહેરબાન થયા હતા. આસો મહિનામાં વરસાદનાં વિઘ્નથી નવરાત્રિના રંગમાં ભંગ પડ્યો હતો. જોકે દિવાળીના આ સપરમા દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીએ જમાવટ કરવા લીધી છે.
અમદાવાદમાં બપોરના સમયગાળામાં ગરમી વર્તાઈ રહી છે પરંતુ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનોથી વહેલી સવારે અને મોડી સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. જોકે હજુ નાગરિકોને ગરમ વસ્ત્રોને કબાટ, પેટી કે માળિયામાંથી કાઢવાની ફરજ પડી નથી. પરંતુ સમગ્ર દિવસભર એક પ્રકારનું મિશ્ર હવામાન શહેરીજનો અનુભવી રહ્યા છે.

રાજ્યમાં અન્ય પ્રમુખ શહેરોની ઠંડી તપાસતાં અમરેલી ૧૪.૬ ડિગ્રી સેલ્સિયસ ઠંડી સાથે આજે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે. નલિયામાં ૧૫.૮, ગાંધીનગરમાં ૧૫.૦, વડોદરામાં ૧૬.૬, સુરતમાં ૧૯.૦૦, ભૂજમાં ૨૧.૬, ડીસામાં ૧૭.૦ ડિગ્રી, દ્વારકામાં ૨૧.૦, વેરાવળમાં ૨૦.૪ અને વલસાડમાં ૧૯.૧ ડિગ્રી સેલ્સિયસ ઠંડી નોંધાઈ છે. દરમિયાન હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં અમદાવાદમાં ઠંડીનું જોર વધીને ૧૫.૦ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાશે. રાજ્યમાં પણ શિયાળાની પક્કડ મજબૂત થતી જશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

ગુજરાત સરકારનુ મોટુ નિર્ણય હવે બદલી જશે હોસ્પીટલના નિયમો

Maharashtra: ''બટેંગે તો કટેંગે' નો નારો યોગ્ય નથી, ભાજપા નેતા અશોક બોલ્યા - હુ આના પક્ષમા નથી

ટોંકમાં નરેશ મીણાની ધરપકડ બાદ સમર્થકોએ હંગામો મચાવ્યો, આગ લગાવી, હાઈવે બ્લોક કરી દીધો, પોલીસ ફોર્સને બોલાવવામાં આવી.

આગળનો લેખ
Show comments