Webdunia - Bharat's app for daily news and videos

Install App

America: ટ્રમ્પ સરકારે H-1B વીઝામાં આપી કેટલીક છૂટ, આ લોકોને થશે ફાયદો

Webdunia
ગુરુવાર, 13 ઑગસ્ટ 2020 (08:37 IST)
ટ્રમ્પ પ્રશાસને   H-1B વીઝા (H1b Visa)ના કેટલાક નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.  આ નિર્ણયથી આ વિઝા ધારકોને યુ.એસ.માં પ્રવેશવાની મંજૂરી મળશે. ખાસ કરીને એ લોકોને ફાયદો થશે જેમણે વિઝા પ્રતિબંધોને લીધે નોકરી છોડી હતી. જો તેઓ નોકરીમાં પાછા આવે છે, તો તેઓને આ છૂટનો લાભ મળી શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના સલાહકારે કહ્યું કે, પ્રાથમિક વિઝાધારકની પત્ની અને બાળકોને પણ તેમની સાથે મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે.
 
ટ્રમ્પ તંત્ર દ્વારા એચ-1બી વીઝા ધરાવતાં હોય અને અમેરિકામાં તાત્કાલિક જરૂર હોય તેવા વરિષ્ઠ મેનેજરો, ટેકનોલોજી એક્સપર્ટ અને અન્ય શ્રમિકોને પણ યાત્રા કરવાની મંજૂરી આપી છે.અમેરિકાની આર્થિક હાલત સુવિધાજનક બનાવવા માટે આ છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત કોવિડ-19 મહામારીના પ્રભાવને ઓછો કરવા સ્વાસ્થ્ય સેક્ટરમાં કાર કરતાં વિદેશી લોકોને પણ અમેરિકા આવવા મંજૂરી આપી છે. વહીવટીતંત્રે તકનીકી નિષ્ણાતો, વરિષ્ઠ સ્તરના સંચાલકો અને એચ -1 બી વિઝા ધરાવતા અન્ય કર્મચારીઓને પણ મુસાફરીની મંજૂરી આપી છે. એટલું જ નહીં, અમેરિકાની તાત્કાલિક અને સતત આર્થિક સુધારને સુવિદ્યાજનક બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. 
 
22 જૂનના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષ માટે H1-B વીઝા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. તેનાથી ભારત સહિત દુનિયાના આઇટી પ્રોફેશનલને મોટો ઝાટકો લાગ્યો હતો. જો કે હવે અમેરિકન પ્રશાસને વીઝા પ્રતિબંધને વૈકલ્પિક બનાવી દીધા છે. આથી એચ1-બી વીઝા ધારકોને કેટલીક શરતો પર અમેરિકામાં પ્રવેશ કરવાની મંજૂરી મળશે.
 
H1-B વીઝાની શરતોમાં રાહતથી ફાયદો 
 
ટ્રમ્પ પ્રશાસને એ વીઝા ધારકોને પણ યાત્રાની મંજૂરી આપી દીધી છે જે કોવિડ-19 મહામારીના પ્રભાવોને ઓછો કરવા માટે કામ કરી રહ્યા છે. ખાસ કરીને લોકોના સ્વાસ્થ્ય અને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે કામ કરી રહ્યા છે. અમેરિકામાં કોરોના સંકટથી સ્થિતિ ખૂબ જ ગંભીર બની ચૂકી છે. એવામાં અમેરિકન સરકારે એચ-1 બી વીઝાને લઇ મોટો નિર્ણય લીધો છે.
 
 H-1B વીઝા શુ છે ?
 
એચ-1બી વીઝા એક બિન પ્રવાસી વીઝા છે. અમેરિકામાં કાર્યરત કંપનીઓને આ વીઝા એવા કુશળ કર્મચારીઓને રાખવા માટે અપાય છે જેમની ત્યાં અછત હોય છે. આ વીઝાની વેલેડિટી છ વર્ષની હોય છે. અમેરિકન કંપનીઓની ડિમાન્ડના લીધે ભારતીય આઇટી પ્રોફેશલને H1-B વીઝા સૌથી વધુ મળે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments