એક વય પછી દરેકના મનમાં લગ્નની ઈચ્છા થાય છે કે હવે તે લગ્ન કરીને પોતાનો પરિવાર બનાવે. પતિ માટે પત્ની જ ઉમંરભરનો સાથ હોય છે. જો કોઈ પરણેલા હોવા છતા પણ બીજા લગ્ન કરે તો તેને બેવફા સમજવામાં આવે છે. આજે અમે જે પુરૂષ વિશે વાત કરી રહ્યા છે તે વ્યક્તિના એક કે બે નહી પણ 120 વાર લગ્ન થયા છે.
આ માનણ ન તો મુસ્લિમ છે કે ન તો ભારતનો રહેનારો. થાઈલેંડના નકોન નાયોક શહેરમાં રહેનારા 58 વર્ષના આ પુરૂષનુ નામ તંબન પ્રૈજર્ટ છે. જેના 120 લગ્ન થયા હોવાનો ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે તંબન નાયોક ફ્રોમની જીલ્લાના પ્રમુખ છે અને તેમનો બિલ્ડરનો વ્યવસાય પણ છે. તેણે આ લગ્ન ગેરકાયદેસર રીતે કર્યા છે. જેના વિશે તેની બધી પત્નીઓને જાણ છે.
આટલા લગ્ન કરવા વિશે જ્યારે તંબનને પૂછવામાં આવ્યુ તો તેણે જણાવ્યુ કે આ નવા લગ્ન કરતા પહેલા પોતાની પત્નીઓને આ વાત બતાવી પણ દેતો હતો. ત્યારબાદ જે યુવતી સાથે તે લગ્ન કરતો તેના માતા-પિતાને પણ આ વિશે બતાવી દેતો હતો. સૌથી વધુ નવાઈની વાત તો એ છે કે તાજેતરમાં જ તેણે માત્ર 27 વર્ષની ફોન સાથે લગ્ન કર્યા છે. જેમા લગ્ન સાથે સંબંધિત બધી પરંપરાઓ અને રીતિ-રિવાજ નિભાવવામાં આવ્યા હતા.
તેના પહેલા લગ્ન વિશે વાત કરીએ તો મળતી માહિતી મુજબ તેણે 17 વર્ષની વયમાં પ્રથમ લગ્ન કર્યા હતા. તેની પહેલી પત્ની વયમાં તેનાથી બે વર્ષ નાની હતી. આટલા લગ્ન કરવા વિશે જ્યારે તંબનને પૂછવામાં આવ્યુ તો તેણે જણાવ્યુ કે જ્યારે કંસ્ટ્રકશનનો બિઝનેસ શરૂ કર્યો ત્યારે તેની સુંદર યુવતીઓ સાથે મુલાકાત પણ થવા લાગી. જેના કારણે તે કંસ્ટ્રક્શનનુ કામ કરતો હતો ત્યા લગ્ન કરી લેતો હતો. અત્યાર સુધી તેણે 120 લગ્ન કર્યા છે. જેમા તેને 28 બાળકો પણ છે. ખાસ વાત એ છે કે તેની બધી પત્નીઓને તેના લગ્ન વિશેના શોક વિશે કોઈ વાંધો પણ નથી.