baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

VIDEO: બૈંકૉકમા 7.7 તીવ્રતાના ભૂકંપે મચાવી તબાહી, બહુમાળી ઈમારત ધ્વસ્ત

earthquake
, શુક્રવાર, 28 માર્ચ 2025 (13:35 IST)
બેંકોક થાઈલેંડની રાજધાની બેંકોકમાં શુક્રવારે 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. જેનાથી ઈમારતો હલવા માંડી. શરૂઆતની રિપોર્ટ મુજબ અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અને જર્મનીના GFZ ભૂવિજ્ઞાન કેન્દ્રએ કહ્યુ કે બપોરનો ભૂકંપ 10 કિલોમીટર (6.2 મીલ) ની ઊંડાઈ પર હતો. જેનુ કેન્દ્ર પડોશી મ્યાંમારમાં હતુ.  એવુ બતાવાય રહ્યુ છે કે આ ભૂકંપને કારણે બેંકોકમાં એક નિર્માણાધીન ઈમારત પડી ગઈ. ઉલ્લેખનીય છે કે ગ્રેટર બેંકોક ક્ષેત્રમાં 1.7 કરોડથી વધુ લોકો રહે છે. જેમાથી અનેક લોકો ઊંચી બિલ્ડિંગોમાં રહે છે. 
 
લોકોને બિલ્ડિંગોમાંથી કાઢ્યા બહાર 
બપોરે 1.30 વાગે ભૂકંપ આવતા ઈમારતોમાં અલાર્મ વાગવા માંડ્યા અને ગભરાયેલા લોકો પુષ્કળ વસ્તી ધરાવતા સેંટ્રલ બેંકોકમાં ઊંચી ઈમારતો અને હોટલોમાંથી સીઢીઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. ભૂકંપ પછી બહાર આવેલા લોકોને કડક તાપનો સામનો કરવો પડ્યો અને તે છાયડા માટે આમતેમ ભાગતા જોવા મળ્યા. હાલ ભૂકંપથી નુકશાનના કોઈ સમાચાર નથી. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે કેટલીક બિલ્ડિંગોમાં બનેલા તળાનુ પાણી બહાર નીકળવા લાગ્યુ. બીજી બાજુ X પર એક વીડિયો સામે આવ્યો જેમા થાઈલેંડમાં ઓડિટર જનરલની નિર્માણાધીન બિલ્ડિંગ જમીનદોસ્ત થતી જોવા મળી. 

ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારમાં 
બેંગકોકમાં આવેલા ભૂકંપને લગતા ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા વેબસાઇટ X પર વાયરલ થઈ રહ્યા છે. લોકોએ જણાવ્યું હતું કે ભૂકંપ દરમિયાન લગભગ એક મિનિટ સુધી જમીન ધ્રુજતી રહી, જેના કારણે સમગ્ર શહેરમાં ગભરાટનો માહોલ હતો. અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મધ્ય મ્યાનમારમાં હતું, જે મોનીવા શહેરથી લગભગ 50 કિલોમીટર (30 માઇલ) પૂર્વમાં હતું. ગૃહયુદ્ધગ્રસ્ત મ્યાનમાર પર ભૂકંપની અસરના તાત્કાલિક કોઈ અહેવાલ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બેંગલોરમાં પતિએ હત્યા કરી સૂટકેસમા નાખી પત્નીની બોડી, પછી મકાન માલિકને જાતે જ ફોન કરીને કહ્યુ મે તેને મારી નાખી, 24 કલાકમાં અરેસ્ટ