Webdunia - Bharat's app for daily news and videos

Install App

રશિયા : દાગિસ્તાનના ચર્ચ અને સિનેગૉગ પર હુમલો, 15થી વધારે લોકોનું મૃત્યુ

Webdunia
સોમવાર, 24 જૂન 2024 (15:06 IST)
રશિયામાં ઉત્તરી કાકેશસસ્થિત દાગિસ્તાનમાં રવિવારે સશસ્ત્ર હુમલાખોરોના હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયાં.
 
દાગિસ્તાનમાં એક તહેવારની ઉજવણી થઈ રહી હતી ત્યારે આ હુમલો થયો હતો. હુમલાખોરોએ બે ચર્ચ, યહૂદીઓના પ્રાર્થનાસ્થળ એટલે કે સિનેગૉગ અને એક પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો.
 
આ હુમલામાં 15 પોલીસકર્મીઓ, ચર્ચના એક પાદરી અને એક સિક્યૉરિટી ગાર્ડનું મૃત્યુ થયું. છ હુમલાખોરોનાં મોતના પણ સમાચાર છે.
 
રશિયાની પોલીસે આ હુમલાની તપાસ શરૂ કરી. હુમલાખોરોની શોધ થઈ રહી છે.
 
સશસ્ત્ર હુમલાખોરોએ ડર્બેંટ અને મખાચકાલા શહેરને પોતાનો નિશાનો બનાવ્યા હતા, જ્યાં સદીઓ જૂના તહેવારની ઉજવણી થાય છે.
 
હુમલાખોરોની ઓળખાણ અત્યાર સુધી થઈ નથી.
 
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે કાળાં કપડાં પહેરીને આવેલા હુમલાખોરો પોલીસની ગાડીઓ અને ઇમરજન્સી સર્વિસ ટુકડી પર હુમલો કરી રહ્યા છે.
 
યહૂદીઓના પ્રાચીન શહેર ડર્બેંટમાં હુમલાખોરોએ એક સિનેગૉગ પર ગોળીબાર કર્યો અને તેને આગ પણ ચાંપી દીધી.
 
દાગિસ્તાન રશિયાના સૌથી પછાત વિસ્તારો પૈકી એક છે, જેમાં મુસ્લિમોની વસ્તી વધારે છે.
 
ઑક્ટોબર 2023માં યહૂદી મુસાફરોની શોધમાં પેલેસ્ટાઇનના સમર્થકોની ભીડ દાગિસ્તાનના હવાઈમથકની અંદર ઘૂસી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી, 100થી વધુ રસ્તાઓ બંધ, આઠ જિલ્લામાં પૂરની ચેતવણી

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને બીજો ગોલ્ડ મળ્યો, નિતેશ કુમારે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો

છત્તીસગઢના બેમેતરામાં 17 વાંદરાઓને ગોળી મારી, ભયનો માહોલ, વન વિભાગે શરૂ કરી તપાસ

ઈન્દોરની હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે છેડતી: નશામાં ધૂત વ્યક્તિએ રૂમમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની ચેતવણી, આ રાજ્યોમાં પણ ચોમાસું સક્રિય, જાણો IMDનું અપડેટ

આગળનો લેખ
Show comments