Viral Video: અમેરિકાના પેસિલવેનિયામાં બરફવર્ષાએ તબાહી મચાવી છે. પૈસિલવેનિયાના શુઈલકિલ કંટ્રી (Schuylkill County)માં રસ્તા પર એક પછી એક 50 કાર એકબીજા સાથે અથડાઈ. કારોની ટક્કરથી 3 લોકોના મોત થયા અને બીજા અનેક ઘયલ થયા છે. દુર્ઘટનાથી આ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ છે.
આ દુર્ઘટનાનો એક વીડિયો યુટ્યુબઅર શેયર કરવામાં આવ્યો છે. જેમા જોઈ શકાય છે કે એક પછી એક કાર પરસ્પર ટકરાઈ રહી છે. બર્ફવર્ષાને કારણે ડ્રાઈવર ગાડી પર પોતાનુ નિયંત્રણ ગુમાવી રહ્યા છે. ગાડીઓની ટક્કર પછી લોકો કારમાંથી બહાર નીકળી રહ્યા છે.
કેટલીક કારમાં ટક્કર પછી આગ પણ લાગી ગઈ છે. આ દુર્ઘટના સોમવારે લગભગ 10 વાગે સામે આવી. ઓફિસરોના કહેવા મુજબ વિસ્તારમાં વિઝિબિલિટી લગભગ 0 છે તેથી આટલી મોટી દુર્ઘટના થઈ.
મોકાએ વારદાર પર રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને નિકટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવુ બતાવાય રહ્યુ છે કે શુઈલકિલ કંટ્રીમાં આ મહિને આ બીજી મોટી દુર્ગટના છે.