વિશાખાપટ્ટનમ બે ઓફ બેંગાલમાં થયેલ મોસમી ઉથલ પાથલથી આંધ્રપ્રદેશની પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદથી જોડાયેલી ઘટનામાં અત્યાર સુધી 33 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. બીજી બાજુ 12 લોકોના ગુમ થવાના સમાચાર છે. આ ઉપરાંત રાજ્યમાં રેલ સંપર્ક પણ ખાસો પ્રભાવિત થયો છે. દક્ષિણ મઘ્ય રેલવે (South Central Railway) એ જણાવ્યુ કે નેલ્લોર ની પાસે પ્રાદ્દગૂપાડૂમાં રેલના પાટાઓને થયેલા નુકશાનને કારણે 100થી વધુ એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરવામા આવી છે અને 29 ટ્રેનોના માર્ગ બદલ્યા છે.
સતત થઈ રહેલા વરસાદને કારણે રાજ્યમાં નદીઓ, જળ પરિયોજનાઓમાં જળસ્તર વધી ગયુ છે. બીજી બાજુ ચિત્તૂર, કડપ્પા, અનંતપુર અને નેલ્લુરમાં પૂરની સ્થિતિ કાયમ છે. આંધ્રપ્રદેશમાં પેન્ના નદીમાં પૂર આવવાને કારણે સેકડો વાહન અને મુસાફરો અટવાયા છે. મુખ્ય રાજમાર્ગો પર અવરજવર બંધ કરવામાં આવી છે. રેલવે ઉપરાંત બસ સેવાપર પણ ખૂબ અસર પડી છે. જાણવા મળ્યુ છે કે અનેક મુસાફરો આરટીસી બસ સ્ટોપ પર ફસાયા છે.
સરકારી ડેટા મુજબ કડપ્પામાં વરસાદ અને પૂરથી 20 અનંતપુરમા 7 ચિત્તૂરમાં 4 અને એસપીએદ્સ નેલ્લોરમાં 2 ના મોત થયા હતા. 12 લોકો ગાયબ થવાના સમાચાર હતા. અહી સેકડો એકરમાં ફેલાયેલો પાક નષ્ટ થઈ ગયો છે. ઢોર વહી ગયા અને ગામમાં અનેક ઘર કાટમાળમાં ફેરવાય ગયા છે.