Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અજીત ડોભાલે US વિદેશ મંત્રી સાથે કરી વાત, અમેરિકાએ ભારતની કાર્યવાહીનુ સમર્થન કર્યુ

અજીત ડોભાલે US  વિદેશ મંત્રી સાથે કરી વાત, અમેરિકાએ ભારતની કાર્યવાહીનુ સમર્થન કર્યુ
, ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (11:40 IST)
અમેરિકાએ પાકિસ્તાની ધરતી પર ટેરર ફંડિગ દ્વારા ઉછરી રહેલા આતંકવાદી સમૂહ જૈશ એ મોહમ્મદના ખાત્માને લઈને ભારતનુ સમર્થન કર્યુ છે. 
 
સાથે જ અમેરિકાએ બંને દેશોને યુદ્ધ જેવી સ્થિતિને ટાળવાનુ  પણ કહ્યુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તનાવની ચિંતામાં પડેલ અમેરિકાએ બુધવારે પરમાણુ શક્તિ સંપન્ન બંને દેશોના તનાવ ઓછો કરવા માટે તરત પગલા ઉઠાવવાની અપીલ કરી.  તેમને ચેતાવણી આપી કે અગળથી કોઈપણ તરફથી કરવામાં આવેલ સૈન્ય કાર્યવાહીથી બંને દેશો માટે જોખમની આશંકા અસ્વીકાર્ય રૂપથી ખૂબ વધુ છે. 
 
વાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (એનએસસી)ના એક અધિકારીએ કહ્યુ, અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તનાવને લઈને ચિંતિત છે અને તેણે બંને પક્ષમાંથી તનાવ ઓછો કરવા માટે તત્કાલ પગલા ઉઠાવવાનુ આહ્વાન કર્યુ છે. 
 
બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને મોટી સફળતા મળી છે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસને જૈશ એ મોહમ્મદના પ્રમુખ સરગના મસૂદ અઝહરને ગ્લોબલ ટેરેરિસ્ટની યાદીમાં નાખવા માટે નવો પ્રસ્તાવ રજુ કર્યો છે.  યાદીમાં નામ આવવાથી મસૂદની વૈશ્વિક યાત્રાઓ પર બેન લાગી જશે અને સાથે જ તેની સંપત્તિ પણ જપ્ત થઈ જશે. 
 
પંદર સભ્યની સુરક્ષા પરિષદમાં વીટોના અધિકારવાળા ત્રણ દેશોએ બુધવારે આ નવો પ્રસ્તાવ રજુ કર્યો. ત્રણ્ણ દેશો તરફ્થી રજુ આ નવા પ્રસ્તાર પર સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિને 10 કામકાજી દિવસમાં વિચાર કરવો પડશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Petrol Price Today - 1 દિવસ સ્થિર રહ્યા પછી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો રેટ