Biodata Maker
✕

નેપાળ પછી હવે આ દેશમાં પણ સરકાર વિરુદ્ધ ભડકી ભારે હિંસા અને વિરોધની આગ, પ્રદર્શનમાં 2 નું મોત

Webdunia
ગુરુવાર, 2 ઑક્ટોબર 2025 (17:37 IST)
નેપાળમાં તાજેતરમાં થયેલા Gen-Z આંદોલન બાદ, બીજા દેશમાં મોટી સંખ્યામાં લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. આવી સ્થિતિમાં, સરકાર માટે વિરોધીઓને મનાવવા એ એક મોટો પડકાર બની ગયો છે. ગુરુવારે, વિરોધીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું. તેઓએ બેરિકેડ તોડીને આગળ વધતા રહ્યા. આ દરમિયાન, તેમની પોલીસ સાથે અથડામણ થઈ, જે દરમિયાન ઓછામાં ઓછા 2 લોકો માર્યા ગયા. આનાથી વિરોધીઓ વધુ હિંસક બન્યા.
Morocco
લગભગ પાંચ દિવસથી આ વિરોધ પ્રદર્શનો ચાલી રહયો છે. દિવસ-રાત શેરીઓમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. અનેક સ્થળોએ, વિરોધીઓએ વાહનોને આગ ચાંપી દીધી. જાહેર સેવાઓની સ્થિતિ પર કેન્દ્રિત આ પ્રદર્શનો હિંસક બન્યા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને દક્ષિણના એક શહેરમાં ગોળીબાર કરવાની ફરજ પડી, જેમાં બે લોકોના મોત થયા. મોરોક્કનની રાજધાની રબાતથી લગભગ 500 કિલોમીટર દક્ષિણમાં લેક્લિયામાં આ મોત  થયા.

<

 BREAKING :MOROCCO PROTESTS ESCALATE

Thousands took to streets across Morocco demanding better jobs, education, and healthcare. Violence left 2 dead, 23 civilians and 263 officers injured, and 400+ arrested. Protesters criticize government spending on 2030 World Cup. pic.twitter.com/joppWjLNuR

— The_Independent (@TheIndeWire) October 2, 2025 >
 
પોલીસે  હથિયાર છીનવાનો લગાવ્યો આરોપ 
મોરોક્કોની રાજ્ય સંચાલિત સમાચાર એજન્સી MAP એ સ્થાનિક અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પોલીસે સ્વ-બચાવમાં બે "મુશ્કેલી સર્જનારાઓ" ને ઠાર કર્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે ગોળીબાર કરાયેલા લોકો પોલીસના હથિયારો છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, કોઈ પ્રત્યક્ષદર્શી આ અહેવાલની પુષ્ટિ કરી શક્યા નથી અને વધુ વિગતો પણ આપવામાં આવી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

મનોરંજન

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

આગળનો લેખ
Show comments