Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નાઈજીરિયાની ઈસ્લામિક સ્કૂલમાં ભીષણ આગ ફાટી નીકળી, 17 બાળકો જીવતા બળી ગયા

નાઈજીરિયાની ઈસ્લામિક સ્કૂલમાં ભીષણ આગ ફાટી નીકળી, 17 બાળકો જીવતા બળી ગયા
, ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (18:06 IST)
નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં એક ઈસ્લામિક સ્કૂલમાં લાગેલી આગમાં 17 વિદ્યાર્થીઓના મોત થયા છે. ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝી ગયા છે. અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે.

દેશની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એજન્સીએ જણાવ્યું હતું કે બુધવારે ઝમફારા રાજ્યના કૌરા નમોદા જિલ્લામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન શાળામાં 100 બાળકો હાજર હતા. 17 બાળકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેમની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગનું કારણ સત્તાવાર રીતે બહાર આવ્યું નથી.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પંજાબીઓ કરતાં વધુ ગુજરાતીઓ, તો પછી પ્લેન અમૃતસરમાં કેમ લેન્ડ થયું?