Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video - માસ્ક વગર આવેલી મહિલાને દુકાનદારે ટોકી તો તેણે કપડા જ ઉતારી નાખ્યા

Webdunia
ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (00:51 IST)
કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ફરી એકવાર વિશ્વ માટે ખતરાની ઘંટી બની ગયું છે.  આ ખતરનાક વાયરસે ઘણા દેશોમાં ફરી એકવાર કડક પ્રતિબંધોનો સમય પાછો લાવ્યો છે. પરંતુ હજુ પણ એવા ઘણા લોકો છે જે કોરોના વાયરસ અને તેના નિયમોને ગંભીરતાથી લેતા નથી.  આવો જ એક કિસ્સો આર્જેન્ટિનામાંથી સામે આવ્યો છે જ્યાં એક મહિલા માસ્ક વગર આઈસ્ક્રીમની દુકાને પહોંચી, તો દુકાનદારે તેને ટોકી. ત્યારબાદ આ મહિલાએ પોતાના કપડા ઉતારીને તેનો જ માસ્ક બનાવવા લાગી.
 
 આ ઘટના આર્જેન્ટીનાના મંડોઝાની છે. 'ધ સન'ના અહેવાલ મુજબ, આ ઘટના આઈસ્ક્રીમ પાર્લરમાં બની હતી. એટલું જ નહીં, આ ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ અને હવે તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક લોકો અને બાળકો આઈસ્ક્રીમ ખરીદવા આઈસ્ક્રીમની દુકાને આવ્યા હતા. આ દરમિયાન અચાનક એક મહિલા આવી,  આ મહિલાએ માસ્ક પહેર્યું નહોતુ  તેથી દુકાનદાર માસ્ક માટે તેને ટોકી હતી. 
 
જ્યારે દુકાનદારે મહિલાને માસ્ક માટે ટોકી તો મહિલા તરત જ ગુસ્સે થઈ ગઈ અને તેણે તરત જ પોતાનો ડ્રેસ ઉતારી લીધો અને માસ્કની જેમ ચહેરા પર ડ્રેસ બાંધવા લાગી. આ નજારો જોઈને ત્યાં ઊભેલા તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તે ગુસ્સામાં દુકાનદારને કંઈક કહી પણ રહી હતી. જ્યારે દુકાનદારે મહિલાને યોગ્ય માસ્ક પહેરીને આવવાનું કહ્યું ત્યારે તે ક્ષણવારમાં જ  દુકાનની બહાર નીકળી ગઈ હતી.
 
આ ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે મહિલા સાથે અન્ય કેટલાક લોકો પણ હતા અને તે એ લોકો માટે આઈસ્ક્રીમ લેવા આવી હતી. આ પ્રકારનો મામલો પહેલીવાર સામે નથી આવ્યો. હાલ તો તમે અહી જુઓ મહિલાનો વાયરલ વીડિયો.


<

Shocking moment woman strips down to her underwear and uses dress as a face mask to buy ice cream pic.twitter.com/w6KTqg1aJj

— The Sun (@TheSun) January 4, 2022 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments