Webdunia - Bharat's app for daily news and videos

Install App

Double Money: અચાનક આ ATM માંથી નીકળવા લાગ્યા ડબલ પૈસા, એટલી ભીડ જમા થઈ કે પોલીસને આવવુ પડ્યુ

Webdunia
શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (19:09 IST)
Technical Glitch in ATM: લોકો એટીએમ મશીનોમાંથી પૈસા ઉપાડે છે જેથી તેમને  ઈમરજન્સીમાં ઉપયોગી થઈ શકે. ATMની ખાસ વાત એ છે કે આના દ્વારા તમે તમારા ખાતામાંથી ગમે ત્યાંથી પૈસા ઉપાડી શકો છો. તમે જેટલી રકમ માંગશો તે ખાતામાંથી ઘટી જશે અને તમારા હાથમાં આવશે. પરંતુ કલ્પના કરો કે જો ક્યારેય એવું બને કે તમારા ખાતામાંથી જેટલા પૈસા કપાય રહ્યા હોય તેનાથી બમણા તમને મળી રહ્યા હોય તો.  હા, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
 
ATM લોકોને ડબલ પૈસા આપવા માંડ્યુ 
 
વાસ્તવમાં આ બધું ત્યારે થયું જ્યારે ATM મશીને લોકોને ડબલ પૈસા આપવાનું શરૂ કર્યું. આ બનતાની સાથે જ ત્યાં લોકોની ભીડ ઉમટી પડી હતી. બીબીસીના અહેવાલ મુજબ આ ઘટના સ્કોટલેન્ડના ડંડી શહેરની છે. અહીં સ્થિત ચાર્લસ્ટન ડ્રાઇવ પર સ્થિત એક એટીએમ મશીનમાં અચાનક કંઈક એવું બન્યું કે લોકો તેમની માંગણી કરતા બમણા પૈસા લઈને બહાર આવી જશે.
 
દરેક વ્યક્તિ પહેલા પૈસા ઉપાડવા માંગતુ હતુ  
ખાસ વાત એ હતી કે તેના ખાતામાંથી અડધા પૈસા જ કપાયા હશે અને તેના ડબલ તેના હાથમાં આવી જશે. લોકોને આ વાતની જાણ થતાં જ નાસભાગ મચી ગઈ હતી. લોકોની એટલી ભીડ હતી કે સૌ પહેલા પૈસા ઉપાડવા માંગતા હતા. આ પછી પોલીસને બોલાવવી પડી હતી. પોલીસ આવી ત્યારે લોકો આડેધડ પૈસા ઉપાડી રહ્યા હતા.

પોલીસ આવતાની સાથે જ બેંકને જાણ કરવામાં આવી હતી. આ પછી ભીડને કાબૂમાં લેવામાં આવી અને એટીએમને ઠીક કરવામાં આવ્યું. જ્યારે એટીએમને ઠીક કરવામાં આવ્યું તો ત્યાંથી ભીડ દૂર થઈ ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેટલા લોકોએ ડબલ પૈસા ઉપાડી લીધા છે, તેમને કાયદા અનુસાર અડધા પરત કરવા પડશે. હાલમાં બેંકના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલાની તપાસ શરૂ કરી હતી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ

Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

આગળનો લેખ
Show comments