અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દુનિયાના સૌથી મોટા સર્ચ એંજિન વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. તે વર્તમાન દિવસોમાં ગૂગલથી નારાજ છે. તેમની ફરિયાદ છે કે ગૂગલ તેમની છબ્તિ ખરાબ કરી રહ્યુ છે. ટ્રંપનુ કહેવુ છે કે જ્યારથી તે રાષ્ટ્રપતિ બન્યા છે મીડિયા તેમના વિરુદ્ધ સમાચાર ચલાવી રહ્યુ છે. આવામાં ગૂગલ તેમના વિરુદ્ધ નકારાત્મક સમાચાર સર્ચ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી મીડિયા સીએનએન આમ પણ ટ્રંપના નિશાના પર છે. તો હવે ગૂગલ પર પણ તેમની નારાજગી જાહેર થઈ રહી છે.
અમેરિકી વેબસાઈટ યૂએસએ ટુડે મુજબ જો ગૂગલ પર ઈડિયટ શોધવમાં આવે તો સૌ પહેલા ડોનાલ્ડ ટ્રંપની તસ્વીર સામે આવે છે. જેને કારણે પહેલાથી ખૂબ બબાલ થઈ ચુકી છે. પોતાના ટ્વિટર પોસ્ટમાં મંગળવારે ટ્રંપે લખ્યુ 'ટ્રંપ લખતા ગૂગલ સર્ચ રિઝલ્ટમાં ફક્ત મારા વિરુદ્ધ નકારાત્મક સમાચાર આવે છે. આ ફેક ન્યુઝ મીડિયા છે. બીજા શબ્દોમાં કંપની મારા અને અન્ય લોકો વિરુદ્ધ હેરાફેરી કરી રહી છે. જેમા મોટાભગના સમાચાર નકારાત્મક છે. તેમા નકલી સીએનએન મુખ્ય છે.
બીજા ટ્વીટમાં ટ્રંપે કહ્યુ કે 96%થી પણ વધુ ટ્રંપ ન્યૂઝના સર્ચ રિઝલ્ટમાં રાષ્ટ્રીય વામપંથી મીડિયાનો હાથ છે. જે ખૂબ ખતરનાક છે. ગૂગલ અને અન્ય કંપનીઓ કંજરવેટિવનો અવાજ દબાવી રહી છે અને સમાચારને છિપાવી રહી છે. આ સારી વાત છે. આ લોકો એ વસ્તુઓને નિયંત્રિત કરી રહ્યા છે જેને આપણે જોઈ પણ શકીએ છીએ અને નહી પણ. આ ખૂબ ગંભીર વાત છે જેના પર વિચાર કરવામાં આવશે.