અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાઈ નેતા કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપુરમાં ચાલી રહેલ ઐતિહાસિક શિખર વાર્તા સમાપ્ત થઈ. આ બેઠકનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવો અને કોરિયાઈ પ્રાયદ્વીપમાં પૂર્ણ પરમાણુ નિરસ્ત્રીકરણ છે. ટ્રંપ અને કિમ વચ્ચે આ મુલાકાત સિંગાપુરના લોકપ્રિય પર્યટન સ્થળ સેંટોસાના એક હોટલમાં થઈ. વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિ અને એક ઉત્તર કોરિયાઈ નેતા વચ્ચે થઈ રહેલ આ પ્રથમ શિખર વાર્તા ટ્રંપ અને કિમ વચ્ચે એક સમયે ખૂબ જ તંગ રહેલ સંબંધોને પણ બદલનારા સાબિત થશે. વાર્તાની પૂર્વ સંધ્યા પર અમેરિકાએ પૂર્ણ સત્યાપિત અને અપરિવર્તનીય પરમાણુ નિરસ્ત્રીકરણને બદલે ઉત્તર કોરિયાને વિશિષ્ટ સુરક્ષા ગેરંટીની રજૂઆત કરી હતી.
વ્હાઈટ હાઉસે આ વાતની ચોખવટ કરી છે કે રાષ્ટ્રપતિ ટ્રંપ અને કિમ વચ્ચે પહેલા એકલતામાં બેઠક થશે જેમા ફક્ત અનુવાદક હાજર છે. અમેરિકાએ આ વાત પર જોર અપયો છે કે તેને કોરિયાઈ પ્રાયદ્વીપમાં પૂર્ણ પરમાણુ નિરસ્ત્રીકરણથી ઓછુ કશુ મંજૂર નથી. ઉત્તર કોરિયાની અધિકારિક સંવાદ સમિતિએ રવિવારે કહ્યુ હતુ કે કિમ વાર્તા દરમિયાન પરમાણુ નિરસ્ત્રીકરણ અને સ્થાયી શાંતિ માટે વાતચીત માટે તૈયાર છે. ટ્રંપે શનિવારે કહ્યુ હતુ કે કિમ પાસે ઈતિહાસ રચવાની એક તક છે.
- ટ્રંપે કિમ સાથે દ્વિપક્ષીય બેઠક પછી કહ્યુ કે શાનદાર બેઠક રહી અને ખૂબ પ્રગતિ થઈ. તેમને કહ્યુ કે તેઓ અને કિમ ક્કોઈ સમજૂતી પર હસ્તાક્ષર કરશે.
- કિમ સાથે વાતચીત પછી ટ્રંપે પત્રકારોને કહ્યુ કે અમારી વાતચીત સારી રહી. હવે બંને દેશો વચ્ચે ડેલિગેશન લેવલની બેઠક ચાલી રહી છે.
- આ મુલાકાતમાં કોઈ કમી ન રહે માટે મંજબાન સિંગાપુરે પણ જોરદાર તૈયારી કરી છે. આ તૈયારી કેટલી જરબદસ્ત તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ભારતીય રૂપિયામાં તેના પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ આવી રહ્યો છે.
- ખુદ કિમ જોંગ ઉને સિંગાપુરના પ્રધાનમંત્રી લી સીન લૂંગને કહ્યું કે, અમેરિકા અને ઉત્તર કોરિયાની ઐતિહાસિક મુલાકાતને સમગ્ર વિશ્વ જોઈ રહ્યં છે. જ્યારે મુલાકાત પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સતત કિમ સાથેની પોતાની મુલાકાતને લઈને ટ્વીટ કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, સિંગાપુર આવવું મહત્ત્વપૂર્ણ છે, વાતાવરણમાં ઉત્સાહ છે.
- તેની સાથે જ દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા અને કોરિયન પ્રાયદ્વીપમાં પૂર્ણ પરમાણુ નિ:શસ્ત્રીકરણના ઉદ્દેશ્યથી બંને નેતાઓની વચ્ચે ઐતિહાસિક શિખર વાર્તાની શરૂઆત થઇ ગઇ. મહિનાઓ સુધી ચાલેલી લાંબી કૂટનીતિક ખેંચતાણ અને વાતચીત બાદ બંને નેતાઓની વચ્ચે આ પહેલી મુલાકાત હતી.
- મુલાકાત પહેલાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતાની બાજુમાં બેઠા હતા. ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શરૂઆતમાં કેવું મહેસૂસ થયું તો તેમણે કહ્યું કે વાસ્તવમાં ખૂબ જ સારું મહેસૂસ કરી રહ્યો છું, અમે ખૂબ જ સારી ચર્ચા કરવાના છીએ અને અમારા સંબંધો શાનદાર રહેશે. તેમાં મને કોઇ શંકા નથી.
- હાથ મિલાવ્યા બાદ બંને નેતા હોટલની અંદર જતા રહ્યા. સ્થાનિક સમયાનુસાર સવારે 9 વાગ્યે 6 મિનિટ પર તેઓ રૂમમાં ગયા. જ્યાં તેમણે એકલા મુલાકાત કરી. આ દરમ્યાન અનુવાદક ટ્રમ્પની બાજુમાં બેઠા હતા.