Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

એક વર્ષ પછી વુહાનમાં કોરોના ફરી તબાહી મચાવવા તૈયાર, ચીન બોલ્યુ - હવે દરેક નાગરિકનો થશે ટેસ્ટ

એક વર્ષ પછી વુહાનમાં કોરોના ફરી તબાહી મચાવવા તૈયાર, ચીન બોલ્યુ - હવે દરેક નાગરિકનો થશે ટેસ્ટ
, મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (14:52 IST)
જ્યાંથી નીકળીને કોરોના વાયરસે આખી દુનિયામાં તબાહી મચાવી મચાવ્યો છે, તે ફરી એક વખત ચીનના વુહાન શહેરમાં હાહાકાર મચાવવા માટે તૈયાર છે. ચીનના વુહાન શહેરમાં ફરી એકવાર કોરોના વાયરસની દસ્તક થઈ રહી છે. જેના કારણે ચીન તણાવમાં આવી ગયું છે. વુહાનમાં વહીવટીતંત્રે જાહેરાત કરી છે કે તે સમગ્ર વસ્તીનું કોરોના ટેસ્ટ કરશે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણનો પહેલો કેસ વર્ષ 2019 ના અંતમાં વુહાન શહેરમાં નોંધાયો હતો.
 
સમાચાર એજન્સી એએફપીના મુજબ વુહાનમાં કોરોનાના કેસ મળ્યા બાદ સરકારની ચિંતા વધી ગઈ છે અને તેણે સમગ્ર વસ્તીનો કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે.  વુહાનના વરિષ્ઠ અધિકારી લી તાઓએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકાર 11 મિલિયનની વસ્તીવાળા શહેરમાં બધી રહેવાસીઓના કોરોના ટેસ્ટ (ન્યૂક્લિક એસિડ ટેસ્ટિંગ) શરૂ કરી રહી છે.  
 
વુહાનના અધિકારીઓએ સોમવારે એલાન કર્યુ હતુ કે શહેરમાં પ્રવાસી શ્રમિકો વચ્ચે સાત સ્થાનીય રૂપથી ટ્રાંસમિટેડ કોરોના સંક્રમણ જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષ પછી વુહાનમાં કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે, જેના કારણે લોકોમાં ગભરાટનું વાતાવરણ છે. આ જ કારણ છે કે ચીનની સરકારે શહેરના તમામ લોકોના ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીવી સિંઘુની જાતિ શુ છે ? ગૂગલ પર ખેલાડીઓની જાતિ શોધી રહ્યા છે લોકો, રાજસ્થાનના લોકો સાક્ષી મલિકની તો તેલંગાના-મહારાષ્ટ્ર અને બિહારવાળા પીવી સિંઘુની જાતિ