વડાપ્રધાન મોદીએ બ્રિક્સ સંમેલનમાં જણાવ્યું હતું કે, તમામ દેશોમાં શાંતિ માટે બ્રિક્સ દેશોએ એક થવાની જરૂર છે. આ અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. બ્રિક્સ સંમેલનમાં બ્રાઝીલ રશિયા, ભારત, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.
બ્રિક્સ બેઠકને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, બ્રિક્સ દેશોએ પરસ્પર સહયોગ વધારવાની જરૂર છે. વિશ્વમાં શાંતિ માટે સહયોગ જરૂરી છે. એક થવાથી શાંતિ અને વિકાસ થશે.
મોદીએ કહ્યું કે અમે અમારા દેશમાં બ્લેકમની વિરુદ્ધ લડાઇ શરૂ કરી છે. અમારું લક્ષ્ય સ્માર્ટ સિટી, સ્વાસ્થય, વિકાસ, શિક્ષામાં સુધાર લાવવાનો છે. બ્રિક્સ બેન્કે લોન આપવાનું શરૂ કરી દીધું જેનો યોગ્ય ઉપયોગ થવો જોઇએ. અમારો દેશ યુવાઓનો છે. આ અમારી તાકાત છે. અમે ગરીબી સામે સફાઇ અભિયાન છેડ્યું છે.