Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેમની આ તે કેવી પરીક્ષા - હાથમાં બેડીઓ બાંધીને ગર્લફ્રેંડને કારની છત પર બાંધી, પછી આખા શહેરમાં ફેરવી

Webdunia
ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (08:24 IST)
ઘણીવાર કપલ પોતાનો પ્રેમ અને વિશ્વાસ બતાવવા માટે વિચિત્ર હરકત કરે છે. એક રશિયન સોશિયલ મીડિયા ઈંફ્લુએંઝરે આવું જ કંઈક કર્યું જે  વાયરલ થઈ થતા લોકોએ તેની ટીકા શરૂ કરી. આ યુવકે પહેલા તેની ગર્લફ્રેન્ડને કારની છત પર બાંધી, પછી આખા શહેરમાં તેને ફેરવી. યુવકે પોતે જ આ ઘટનાનો વીડિયો શેયર કર્યો છે.
 
ઉલ્લેખનીય છે કે  આ ઘટના રશિયાની રાજધાની મોસ્કોની છે. અહીં લોકો રસ્તા પર એક દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે એક યુવક એક યુવતીને કારની છત પર બાંધીને તેને ફેરવી રહ્યો હતો. આ યુવાનનું નામ સર્ગેઈ કોસેન્કો છે. આ રશિયાનો સોશિયલ મીડિયા ઈંફ્લુએંજર છે. સ્ટંટ દરમિયાન યુવકે તેની ગર્લફ્રેન્ડને કારની છત સાથે બાંધીને શહેરમાં ફેરવી અને આ દરમિયાન સેંકડો લોકો બંનેને જોતા રહ્યા.
 
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સર્ગેઈ પોતાની ગર્લફ્રેન્ડને કારની છત પર બાંધીને રસ્તા પર નીકળી ગયો હતો. આ દરમિયાન સર્ગેઈનો એક હાથ તેની ગર્લફ્રેન્ડના હાથમાં હાથકડી સાથે બાંધેલો હતો. તેણે પોતાની ગર્લફ્રેંડને દોરડા અને ટેપથી છત સાથે બાંધી હતી. સર્ગેઈ કાર પોતે જ ચલાવી રહ્યો હતો. 
 
સર્ગેઈ બિંદાસ પોતાની ગર્લફ્રેન્ડને દોરડા અને ટેપથી કારની છત પર બાંધીને શહેરના રસ્તાઓ પર ફેરવી રહ્યો હતો અને ત્યાંથી પસાર થતા લોકો આ દ્રશ્યને આશ્ચર્યથી જોઈ રહ્યા છે. બંનેના હાથનો સાથ છુટી ન જાય તે માટે હાથકડી પણ બાંધવામાં આવી છે.
 
જોકે પ્રેમના પારખા કરવાની આ રીત લોકોને બિલકુલ ગમી નહી.  લોકો સોશિયલ મીડિયા પર તેની ટીકા પણ કરી રહ્યા છે. એટલું જ નહીં, પોલીસે તેના પર ભારે દંડ પણ લગાવ્યો છે. તેમજ સોશિયલ મીડિયા પર મુકવામાં આવેલા વીડિયોના આધારે પોલીસ પણ આ મામલાની તપાસ કરી રહી છે. જોકે, તેણે આ હરકત  માટે માફી પણ માંગી છે. અહીં જુઓ વીડિયો 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sergey Kosenko (@sergey_kosenko)

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments