Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અફગાનિસ્તાન સંકટ - 146 ભારતીયોને મળી રાહત, કાબુલથી લાવ્યા દિલ્હી

અફગાનિસ્તાન સંકટ - 146 ભારતીયોને મળી રાહત, કાબુલથી લાવ્યા દિલ્હી
નવી દિલ્હી. , સોમવાર, 23 ઑગસ્ટ 2021 (12:47 IST)
.
 અફઘાનિસ્તાન સંકટ (Afghanistan) દરમિયાન કાબુલમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીયોનો વધુ એક જથ્થો દોહા(Doha) સ્થિત ભારતીય દૂતાવાસની મદદથી આજે ભારત પહોંચી ગયુ. આ 146(Indians) ભારતીયોનું એક જૂથ રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ(Kabul)થી વિમાન દ્વારા દોહાના રસ્તે દિલ્હી લાવવામાં આવ્યુ. 
 
આ પહેલા 135 ભારતીયોનો પહેલો જથ્થો કતરના રસ્તે રવિવારે ભારત પહોચ્યો હતો. તેમને શનિવારે અફગાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. દૂતાવાસનુ કહેવુ છે કે ઓફિસર આ ભારતીયોને સુરક્ષિત સ્વદેશ પરત ફરવા માટે જરૂરી કૉન્સુલર અને લૉજિસ્ટિક્સ સપોર્ટ પુરુ પાડી રહ્યુ છે. 
 
આ પહેલા રવિવારે ભારત ત્રણ અલગ અલગ ફ્લાઇટ્સમાંથી 392 લોકોને લાવ્યું હતું. જેમાં 2 અફઘાન નેતાઓનો સમાવેશ થાય છે. તેમને અફઘાનિસ્તાનના કાબુલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સાથે જ 87 ભારતીયો અને બે નેપાળી લોકોને પણ એર ઇન્ડિયાની સ્પેશ્યલ ફ્લાઇટ દુશાંબે  દ્વારા લાવવામાં આવ્યા છે. તેમને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢીને તાજિકિસ્તાનની રાજધાનીમાં લઈ જવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Online Licence-આ રીતે કરો ઓનલાઇન લાઇસન્સ બનાવવાની પ્રક્રિયા