Festival Posters

કેટલો ખતરનાક છે Nipah (NiV) વાયરસ, શુ છે લક્ષણ અને કેવી રીતે ફેલાય છે ?

Webdunia
મંગળવાર, 4 જૂન 2019 (14:36 IST)
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠણ (WHO) મુજબ નિફા વાયરસ (NiV) એક નવી ઉભરતી બીમારી છે જે જાનવરો અને મનુષ્યો બંને વચ્ચે ગંભીર બીમારીનુ કારણ બને છે.  નિફા વાયરસને નિફા વાયરસ એન્સેફલાઈટિસ પણ કહેવાય છે. 
 
નિફા વાયરસ (NiV) પહેલીવાર 1998માં મલેશિયા અને સિંગાપુરમાં ઓળખવામાં આવ્યો. જ્યારે આ ભૂંડ(સૂવર) અને મનુષ્યોમાં બીમારીનુ કારણ બન્યુ.  
 
શુ હોય છે નિફા વાયરસ (NiV)? અને કેવી રીતે ફેલાય છે  
 
નિફા વાયરસ મનુષ્યો અને જાનવરોમાં ફેલાનારી એક ગંભીર ઈંફેક્શન છે. આ વાયરસ એન્સેફલાઈટિસનુ કારણ બને છે. નિફા વાયરસ, હેંડ્રા વાયરસ સાથે સંબંધિત છે જે ઘોડા અને મનુષ્યોનો વાયરલ શ્વાસ સંક્રમણ સાથે સંબંધિત છે. આ ઈંફેક્શન ફ્રૂટ બેટ્સ દ્વારા લોકોમાં ફેલાય છે.  ખજૂરની ખેતી કરનારા લોકો આ ઈંફેક્શનની ચપેટમાં જલ્દી આવે છે. 2004માં આ વાયરસને કારણે બાંગ્લાદેશ ખૂબ પ્રભાવિત થયુ હતુ.
 
નિફા વાયરસના(NiV) ના લક્ષણ 
 
મનુષ્યોમાં નિફા વાયરસ, encephalitis સાથે જોડાયેલ છે. જેને કારણે બ્રેનમાં સોજો આવી જાય છે.  તાવ, માથાનો દુખાવો, ચક્કર, માનસિક ભ્રમ, કોમા અને છેવટે મોત થવુ તેના લક્ષણોમાં સામેલ છે.  24-28 કલાકમાં જો લક્ષણ વધી જાય તો માણસ કોમામાં જઈ શકે છે.  કેટલાક કેસમાં રોગીને શ્વાસ સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. 
 
નિફા વાયરસની સારવાર ?
 
મનુષ્યોમાં નિફા વાયરસ ઠીક કરવાનુ એક માત્ર રીત છે યોગ્ય દેખરેખ. રિબાવાયરિન નામની દવા વાયરસ વિરુદ્ધ પ્રભાવી થઈ છે.  જો કે રિબાવાયરિનની નૈદાનિક પ્રભાવકારીતા માનવ પરીક્ષણમાં આજ સુધી અનિશ્ચિત છે.  દુર્ભાગ્યવશ મનુષ્યો અને જાનવરો માટે કોઈ વિશિષ્ટ એનઆઈવી ઉપચાર કે ટીકો નથી  
 
નિફા વાયરસના ઈંફેક્શનથી કેવી રીતે બચશો ?
 
આ વાયરસ એક માણસથી બીજા માણસમાં ફેલાય છે. તેને રોકવા માટે સંક્રમિત રોગીથી છેટા રહો.  સ્વાસ્થ્ય કર્મચારીઓને હોસ્પિટલમાં નિફા વાયરસથી બચવા માટે સંક્રમિત દર્દીઓની દેખરેખ કરતી વખતે કે પ્રયોગશાળાના નમૂના સાચવવા અને જમા કરતી વખતે યોગ્ય સાવધાની રાખવી જોઈએ.  એટલુ જ નહી બીમાર ભૂંડ અને ચામાચીડિયોના સંપર્કમાં આવતા બચો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પિકનિક પર જતી એક સ્કૂલ બસ કાબુ ગુમાવી દીધી અને નદીમાં પડી ગઈ, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા.

આણંદ જીલ્લામા ભીષણ અકસ્માત, ટ્રક-પિકઅપ ટક્કરમાં બે નુ જીવતા સળગી જતા મોત

Bihar News - પિતાએ 5 બાળકો સાથે લગાવીફાંસી, ચારના મોત, 2 પુત્રોનો આબાદ બચાવ

મોડી રાત્રે અચાનક આ રાજ્ય ધ્રુજી ગયું! 5-7 સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર દોડી ગયા

Sardar Patel Punyatithi: - બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ પર શુ વિચારતા હતા સરદાર પટેલ ? મૂર્તિયા મુકતા શુ કહ્યુ હતુ ?

વધુ જુઓ..

ધર્મ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments