વજન ઘટાડવા માટે લોકો કસરતથી લઈને સ્વીમિંગ સુધી ઘણી મહેનત કરે છે. પણ આ સાથે જ તમને તમારા ડાયેટનુ પણ સંપૂર્ણ ખ્યાલ રાખવો જોઈએ. ડાયેટમાં આ 5 સુપરફુડ્સને સામેલ કરી તમે જલ્દી તમારુ વજન ઓછુ કરી શકો છો. આ સુપરફુડ્સમા તમને મિનરલ્સ, વિટામિન અને અનેક પ્રકારના એંટીઓક્સીડેંટ મળે છે. જેનાથી ત્મારા શરીરને સંપૂર્ણ પોષણ પણ મળે છે અને સાથે જ વજન પણ ઓછુ થઈ જાય છે.
બૈરી - બૈરીમાં એંટીઓક્સીડેટ્સ ભરપૂર માત્રામાં હોય છે આ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે. આ પાચન તંત્ર માટે પણ ખૂબ લાભકારી છે. જેનાથી સહેલાઈથી વજન ઘટાડી શકાય છે.
ઈંડા - ઈંડામાં ભરપૂર માત્રામાં ન્યૂટ્રિએંટ જોવા મળે છે. બીજી બાજુ તેમા કૈલોરીઝ પણ ઓછી હોય છે. આ પ્રોટીનથી ભરપૂર હોય છે. જેને ખાવાથી તમને તાકત પણ મળશે અને વધુ ભૂખ પણ નહી લાગે.
સફરજન - સફરજના ફાયદા વિશે તો આપણે જાણીએ જ છીએ. સફરજનમાં પુષ્કળ પ્રમાણમાં એંટીઓક્સીડેટ્સ, ફાઈબર, મિનરલ અને વિટામિન જોવા મળે છે. જે આપણા આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. સફરજન વજન ઓછુ કરવા સાથે જ તે તમને જાડાપણા સામે લડવામાં પણ મદદ કરે છે.
પાલક - પાલકમાં વિટામિન, મિનરલ અને અનેક પ્રકારના લાભદાયજ્ક ફાયટોકૈમિકલ્સ જોવા મળે છે. જે હેલ્થને લઈને વધુ સતર્ક રહે છે. આ માટે પાલક ખવી ખૂબ જરૂરી છે.
ગ્રીન ટી - ગ્રીન ટી આરોગ્ય માટે સૌથી સારુ પીણુ છે. તેને પીવાથી જાડાપણુ ઓછુ થાય છે, કેંસરથી બચાવ થાય છે સાથે જ મગજ પણ સારી રીતે કાર્ય કરે છે.