ગોળ આપના ફુડ કલ્ચરનુ એક અભિન્ન અંગ છે. તેને ઉત્તર ભારતમાં શેરડી દ્વારા બનાવાય છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ખજૂર, નારિયળ કે અન્ય તાડના ઝાડ છે. પણ અનેક લોકોને એ ખબર નથી કે સ્વાસ્થ્ય માટે તેનુ સેવન કરવુ કેટલુ લાભકારી છે. 2016માં આયુરફાર્મ-ઈંટરનેશનલ જર્નલ ઓફ આયુર્વેદ એંડ એલાઈડ સાંઈસેજમાં તેને લઈને એક સ્ટડી પણ પ્રકાશિત કરવામાં આવી હતી. તેમા કહેવામાં આવ્યુ હતુ કે આયુર્વેદમાં પ્રાચીન સમયમાં જ ચિકિત્સીય અને ઔષધીય ઉદ્દેશ્ય માટે ગોળનો ઉપયોગ થતો આવી રહ્યો છે.
આ ફક્ત એ માટે નહી કે ખાંડની તુલનામાં ગોળ એક પ્રાકૃતિક અને સ્વસ્થ સ્વીટનર છે, પરંતુ એ માટે પણ કારણ કે તેની મિનરલ કંટેટ ખૂબ વધુ છે. ગોળમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, પોટેશિયમ અને ફોસ્ફોરસ હોય છે. આ ઉપરાંત જિંક, કોપરૢ થિયામિન, રાઈબોફ્લેવિન અને નિયાસિન પણ હાજર હોય છે. અભ્યાસથી જાણ થાય છે કે ગોળમાં વિટામિન બી હોય છે. કેટલાક પ્રમાણમાં પ્લાંટ પ્રોટીન, ફાઈટોકેમિકલ્સ અને એંટીઓક્સીડેંટ પણ તેમા રહેલા હોય છે. તેમા કોઈ નવાઈ નથી કે ગોળ ખાવાથી ખાસ કરીને શિયાળાની ઋતુમાં અનેક લાભ થાય છે. આજે અમે આપને બતાવી રહ્યા છે ગોળ ખાવના 5 ફાયદા વિશે...
1. આખા શરીરને સ્વચ્છ કરે છે - ફુડ કેમિસ્ટ્રીમાં 2000ના એક અભ્યાસ મુજબ ગોળમાં રહેલ વર્તમાન એંટીઓક્સિડેંટ અને ખનિજ તેને સાઈટોપ્રોટેક્ટિવ ગુણવત્તા પ્રદાન કરે છે જેનો અર્થ એ છે કે આ ફક્ત કફને સાફ નથી કરતો પણ શ્વસન અને પાચન તંત્રને પણ અંદરથી સાફ કરે છે. હકીકતમાં રોજ ઓછામાં ઓછો એક વાર ગોળ ખાવાથી તમારા આખા શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળી શકે છે.
2. પાચનમાં સુધાર - ભોજન પછી સામાન્ય રીતે ગોળનુ સેવન કરવાનુ એક કારણ છે. આ ડાયજેસ્ટિવ એંજાઈમોને રીલીઝ કરવામાં મદદ કરે છે. એવુ પણ માનવામાં આવે છે કે ગોળ એ લોકો માટે ખૂબ સારો છે જે કબજિયાત અને અન્ય પાચન સાથે સંબંધિત સમસ્યાઓથી પીડિત છે.
3.એનીમિયાને રોકે છે - ગોળ આયરન અને ફોસ્ફરસ જેવા મિનરલ્સથી ભરેલુ હોય છે, જે શરીરમાં હીમોગ્લોબિનના ઉત્પાદનમાં સહાયતા કરે છે. જે લોકો ઓછા આયરનવાળુ ડાયેટ લે છે તેમને એનીમિયાનુ સંકટ કાયમ રહે છે. આવામાં ગોળનુ સેવન એક પ્રભાવી ઉપાય છે.
4. ઈમ્યુનિટીમાં સુધાર - કોઈપણ ભોજન જે પોષક તત્વોથી ભરેલુ હોય છે અને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તમારી પ્રતિરક્ષા પ્રણાલી માટે ખૂબ સારુ છે. તેથી ગોળને માનવ જાતિ માટે ઉપલબ્ધ સર્વોત્તમ ઈમ્યુનિટી વધાર નારા ખાદ્ય પદાર્થોમાંથી એક માનવામાં આવે છે. આ જ કારણ છે કે શિયાળા દરમિયાન ગોળનુ વધુ સેવન કરવામાં આવે છે. જ્યારે આપણા શરીરને ફ્લુ અને અન્ય બીમારીઓને દૂર રાખવા માટે એકસ્ટ્રા ઈમ્યુનિટી બુસ્ટની જરૂર હોય છે.
5.ગ્લુકોઝને નિયંત્રિત કરે છે અને વજન ઓછુ કરે છે.
ગોળ સફેદ ખાંડને એક સારો વિકલ્પ છે. સફેદ ખાંડ તમારા બ્લેડ ગ્લુકોઝ લેવલ અને વજન વધવાથી અને જાડાપણાના જોખમને વધારવા માટે ઓળખાય છે. એક સ્વીટનરના રૂપમાં ગોળની પસંદગી ફક્ત તમારા બ્લડ શુગરના સ્તરને જ નિયંત્રિત રાખવા ઉપરાંત તમારા વજનને પણ સારી રીતે નિયંત્રિત કરવામાં પણ તમારી મદદ કરે છે.