Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્રેકફાસ્ટ - રોજ સવારે નાસ્તો કરવાના ફાયદા જાણો, સવારે Breakfast માં લો આ 10 માંથી કોઈ એક

morning breakfast
, શનિવાર, 17 ડિસેમ્બર 2022 (16:36 IST)
આપણી રોજીંદી લાઈફમાં સવારના નાસ્તાનું ખુબ જ મહત્વ છે. બપોરે અને રાત્રે તો આપણે નિયમિત ભોજન કરી લેતા હોઈએ છીએ. જે સૌથી મહત્વનું છે તે સવારનો નાસ્તો મોટા ભાગના લોકો છોડી દેતા હોય છે. કદાચ કરે તો પણ જે નાસ્તો મળે તે કરી લે છે. સવારે તમે જે નાસ્તો કરો છો તેની ઉપર તમારા આખા દિવસની ઉર્જા અને શરીરની તંદુરસ્તીનો આધાર રહેલો છે. રોજ સવારે નિયમિત રીતે હળવો નહીં પરંતુ ભારે નાસ્તો કરવો જોઈએ.  આવો જાણીએ સવારે નાસ્તો કરવાના શુ ફાયદા છે.
 
- વજન ઘટાડવા માટે જરૂરી : સવારે ભરપેટ નાસ્તો કરી લેવાથી તમને દિવસ ભરની ઉર્જાનો સંચાર થઈ જાય છે. જે લોકોને વજન વધવાની સમસ્યા હોય તેમણે સવારે નાસ્તો પેટ ભરીને કરવો જોઈએ. જેમ જેમ દિવસ આથમે તેમ તેમ વધુ ખોરાક લેવાથી બચવું જોઈએ.
- વધુ ખોરાક ની આદતથી મળે છે છુટકારો : જે લોકો સવારે નાસ્તો નથી કરતા તેમને દિવસમાં કઈક ને કઈક ખાવાની આદત રહે છે. નાસ્તો ન કરે એટલે કમજોરી પણ રહે છે. જો સવારે ભર પેટ નાસ્તો કરી લો તો તમને કમજોરી પણ ન લાગે અને આખો દિવસ ખાધા કરવાની આદતમાંથી પણ બચી શકો.
- યાદશક્તિ રાખે તેજ : સવારે યોગ્ય નાસ્તો કરવાથી શરીરમાં ભરપૂર ઉર્જાનો સંચાર થવાથી મેમરી પાવર પણ વધે છે.
- પાચનક્રિયા મજબૂત - રોજ પૌષ્ટિક નાસ્તો કરવાથી શરીરનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચનની ક્રિયા વ્યવસ્થિત રહે છે.
-  શરીરમાં શુગરનું પ્રમાણ રહેશે નિયંત્રિત : સવારનો નાસ્તો શરીરમાં સુગર એટલે કે સાકરના પ્રમાણને સપ્રમાણ રાખે છે. જે લોકોને ડાયાબિટીસ (મધુ પ્રમેહ) હોય છે તેમના માટે સવારનો નાસ્તો ખુબ જ જરૂરી હોય છે. જો તેઓ નાસ્તો ન કરે તો તેમના શરીરમાં સુગર લેવલ વધવાની સમસ્યા જોવા મળે છે.
- હૃદય બને સ્વસ્થ : સવારે જે નાસ્તો કરો તેનાથી શરીરમાં જે ઉર્જાનો સંચય થાય છે તે આખા દિવસ તમને સ્વસ્થ રાખે છે. ખાસ કરીને હ્રદય પણ સ્વસ્થ રહે છે.
-  ઉર્જા જાળવી રાખે છે : દિવસભરની શરીરની ઉર્જાનો આધાર નાસ્તા પર રહેલો છે. જો તમે યોગ્ય નાસ્તો ન કરો તો આખો દિવસ તમને સુસ્તી રહેશે અને બિલકુલ ઉર્જા નહીં અનુભવાય.

morning breakfast
સવારે Breakfast માં લો આ 10 માંથી કોઈ એક 
 
રોજ સવારે સવારે નાશ્તા કરવુ ખૂબ સારુ ગણાય છે. જાણો 10 પ્રકારના હેલ્દી બ્રેકફાસ્ટ 
morning breakfast
ફણગાવેલા અનાજ, બાફેલા ચણા અથવા તાજા ફળો
 
- પૌઆ 
- ઈડલી સાંભર અથવા ઢોસા
 
- લોટની બ્રેડ 
 
- ખમણ અને ઢોકળા
 
- ઓટ્સ પ્લેન પુડિંગ
 
- ઉપમા અથવા નમકીન દળિયો 
 
- સ્મૂધી અથવા જ્યુસ
 
- દૂધ અને કેળા
 
- બાફેલા ઈંડા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બજાર જેવુ ઉપમા બનાવવા માટે ટીપ્સ