Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરીરમાં દેખાય આ લક્ષણ તો સમજી જાવ કે તમે મીઠુ વધુ ખાઈ રહ્યા છો

મીઠુ વધુ ખાઈ રહ્યા છો
, મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (14:11 IST)
મીઠા વગર ખાવાનો સ્વાદ ફીકો લાગે છે.  બીજી  બાજુ કેટલાક લોકોને શાકભાજી, સલાદ કે પછી રાયતામાં ઉપરથી મીઠુ નાખવાની ટેવ હોય છે. જે ટેસ્ટમાં તો સારો લાગે છે પણ તેમા રહેલા સોડિયમની વધુ માત્રા આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. અનેકવાર તો લોકો ફળોમાં પણ મીઠુ નાખીને ખાવુ શરૂ કરી દે છે.  આ રીતે મીઠુ ખાવાની આદતથી શરીરમાં કેટલાક લક્ષણ જોવા મળે છે જે બતાવે છે કે તમે ખોરાકમાં મીઠાની વધુ માત્રા લઈ રહ્યા છો. 
 
1. વધુ તરસ લાગવી - જ્યારે શરીરમાં મીઠાની માત્રા વધવા માંડે છે તો તરસ વધુ લાગે છે.  પણ દરેક વખતે મોઢુ સુકાવવાનુ કારણ આ નથી હોતુ.  બીજી બાજુ જ્યારે શરીરમાં સોડિયમની માત્રા વધવા માડે છે તો પાણીની વધુ જરૂર પડે છે. કારણ કે સોડિયમ શરીરમાંથી નીકળવા માંગે છે. 
 
2. અંગોમાં કારણવગર સોજો - રાતના સમયે જરૂર કરતા વધુ ખાવામાં આવેલ મીઠુ શરીરમાં અસર છોડવી શરૂ કરી દે છે. આ પ્રક્રિયાને ઈડિમા (edema)કહેવામાં આવે છે. તેનાથી શરીરમાં કારણ વગર સોજો આવવા માંડે છે. 
 
3. બ્લડ પ્રેશર વધવુ - જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમાસ્યા થાય છે. તેને મીઠુ ઓછી ખાવાની સલાહ આપવામાં આવે છે.  જ્યારે શરીરમાં મીઠાની માત્રા વધુ થઈ જાય છે તો બ્લડ પ્રેશર સામાન્ય રહેતુ નથી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાંધાના દુખાવો મૂળથી દૂર કરશે આ એક રૂપિયાની વસ્તુ, તમારા કિચનમાં જ છે