Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું વધારે ગળ્યું ખાઇએ તો જ ડાયાબીટીસ થાય, ''ના'', ડાયાબીટીસ વિશે જાણવા જેવું

Webdunia
ડાયાબીટીસની તકલીફ વાળા દશ લોકોને પુછવામાં આવે કે ''અગાઉ તમને વધુ મીઠાઇ ખાવાની ટેવ હતી?.'' તો તે બધનો જવાબ મળશે.

'' ના'', ''મીઠાઇ તો માપમાં જ ખવાતી .''

જેનું નામ પડતાંજ બાળક, યુવાન કે વૃધ્ધનું મગજ-અને-મન શાંત પડવા લાગે એ 'મીઠાઇ' મોઢામાં મુકતાંજ બધાને રાજીરાજી કરી દે છે. મીઠાઇ માટેના આપણા આકર્ષણ, લગાવ અને પ્રેમના મૂળ નાનપણમાં આપણા શરીરે અનુભવેલી માતાના દૂધની 'મીઠાશ' સુધી લંબાયેલા હોય છે.

જીવનની શરૃઆતના બેચાર વર્ષ દરમ્યાન આપણી સાથે બનેલી એકપણ ઘટના આપણે યાદ કરી શકતા નથી કારણ કે તે સમયે, કુદરતે આપણા મગજની યાદશકિતની સગવડ બંધ રાખેલી હોય છે જેથી આપણે સુખ-દુખના ચક્કરમાં પડયાવિના ઝડપથી મોટા થઇને પગભર થઇ શકીએ છીએ. તે સમયે ભલે આપણું મગજ બંધ હોય પણ આપણું શરીર ત્યારના જીવનની નાની-મોટી દરેક બાબતનો હિસાબ યાદ રાખતું હોય છે. એટલેજ બાળકને ઉપરનું દૂધ આપવું પડે ત્યારે તે સ્વીકારતું નથી પણ સાકર ભેળવી બાળકને દૂધ પીવા લલચાવવું પડે છે. ત્યારબાદ બાળકને ખોરાક આપવાનું શરૃ કરાય ત્યારે બાળક થાળીમાંથી એકલી રોટલી કે એકલા ભાત ખાવાનો સ્વાદ માણતું હોય છે અને ત્યારે તે ખરેખર માતાના દૂધની મીઠાશને યાદ કરી નવા ખોરાકના સ્વાદ સાથે તેની સરખામણી કરતું હોય છે.

ભણતર, ગણતર અને કામધંધાની ભાગદૌડવાળા જીવનમાં સમય સાંચવી લેવા જમવું પડે ત્યારે અથાણા-ચટણી-પાપડ-છાશ-સોસ-જામ-ચીનીમસાલા જેવી આડચીજોની મદદ લઇ કોળીયા ગળે ઉતારવા પડતા હોવાથી ભોજનની ખરી મીઠાશ કે સ્વાદનો અનુભવ થતો નથી. એટલે જ આપણા મીઠાઇ માટેના આકર્ષણ, લગાવ અને પ્રેમ કયારેય ઓસરતા નથી.

શરીર સરળતાથી પોષણ મેળવી શકે તે માટે કુદરતે દરેક ખાદ્યચીજોમાં જરૃરી પાંચેય પોષકતત્વો મુકેલાજ છે અને દરેક ખાદ્યચીજ શરીરમાં પચીજાય તેવા જરૃરી અવયવો પણ મૂકેલાજ છે પરંતુ ખોરાક પચીગયા પછી તેના પોષકતત્વોનું શરીરમાં વિતરણ-જાળવણી-નિકાલનું કામ લીવર, પેનક્રિયાસ, થાયમસ, થાયરોઇડ જેવી ગ્રંથીઓની મદદ અને દેખરેખ વિના થઇ શકતું નથી. એટલેજ સારામાંસારો કે હેલ્ધીફુડની પસંદગી કરવી આપણા હાથની વાત છે પણ શરીરના અંગોને જરૃરીયાત મુજબ પોષકતત્વો પહોચાડવા એ આપણા હાથમાં હોતુ નથી.

પરીપકવ થયેલ કુદરતી ખાદ્યચીજ પચવામાં ભારે હોતી નથી અને રાંધેલી કે પ્રોસેસ કરેલી એકપણ ખાદ્યચીજ પચવામાં કયારેય હળવી હોતી નથી. રાંધવા અને પ્રોસેસ કરવા દરમ્યાન ખાદ્યચીજોના બંધારણમાં થતા થોડા ફેરફારો, પોષક ઘટકોને થતા થોડા નૂકશાન વાળી ખાદ્યચીજોની કમી સરભર કરી શરીર સ્વીકારી લે છે પરંતુ પ્રોસેસીંગ દરમ્યાન ખાદ્યચીજોનું પોષણ સંતુલન બગડે તથા તેનું બંધારણ વિકૃત થઇ જાય તેવા વિચીત્ર ખાદ્યપદાર્થો સ્વીકારવાની કે પચાવવાની સગવડતા કુદરતે શરીરમાં આપેલી નથી આવી વિકૃત સ્વભાવની ખાદ્યચીજો શરીરમાં આવી ચડે ત્યારે શરીરના બધા અંગો આવી અસામાન્ય સ્થિતી સામે એકસંપ કરીને શરીરના ડેમેજ કંટ્રોલ માટે કામે લાગી જાય છે.

હાલના ખાનપાન અને રહેણી કરણીના બદલાયેલા સમયમાં વિકૃત અને ભેળસેળ યુકત ખાદ્યચીજો, નૂકશાન કારક રસાયણો, પ્રદુષીત થયેલ હવા-પાણીનો વપરાશ અને જીવન જીવવામાં વધી ગયેલા તનાવના પ્રમાણને કારણે શરીરમાં અવાર નવાર ઇમરજન્સી અને સંઘર્ષવાળી સ્થિતી ઉભી થતી રહે છે, અને શરીર નુકશાની ભોગવીને સામનો કરતું રહે છે.

આવીજ એક વિક્રૃત ખાદ્યચીજ આપણા રોજબરોજના ખાનપાન દ્વારા શરીરમા જાણતા અજાણતાં પ્રવેશતી રહે છે. મીઠાઇ, ઠંડાગરમ પીણાં, આઇસ્ક્રીમ, ચોકલેટ, બેકરી, નમકીન, ફાસ્ટફુડ વિગેરે અસંખ્ય પ્રકારની ખાદ્યચીજો દ્વારા શરીરમાં પ્રવેશતી ખાંડ પણ એક વિકૃત ખાદ્યચીજ છે. શેરડીના રસમાં રહેલી કુદરતી સાકરમાંથી કૃત્રીમ ખાંડ બનાવવા શેરડીના રસના પ્રોટીન, વિટામીન, મીનરલ્સ, ફેટ જેવા બાકીના ચાર પોષકતત્વો દૂર કરવા રસાયણો સાથે સાતઆઠવાર શેરડીના રસને ઠંડો-ગરમ કરવો પડે ત્યારે તેમાંથી ખાંડ બને છે. શેરડીના રસમાં ૧૮ થી ર૦% જેટલી કુદરતી સાકર અને બીજા ચાર અગત્યના પોષકતત્વો અને કુદરતી પાણી હોય છે. જયારે ખાંડમાં ૯૯.૪૦% જેટલી માત્ર સુક્રોઝ સ્યુગર અને થોડા રસાયણોના અંશો ભળેલા હોય છે.

સ્વાદમાં એકદમ મીઠી લાગતી પણ શરીરમાં પ્રવેશી ઉપદ્રવો ઉભા કરતી 'ખાંડ' આપણા સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસોમાં અવરોધો ઉભા કરી શરીરને નૂકશાન પહોંચાડે છે શરીરની સ્થિતી, ઉમર અને શારીરિક તકલીફો યાદ રાખી, ખાનપાન દ્વારા શરીરમાં પ્રવેશતી ખાંડ માટે સાદો હિસાબ રાખવાની શરૃઆત કરવાથી શરીરની નાની મોટી તકલીફો ઘટવા કે દુર થવા લાગશે, સ્વાસ્થ્ય સુધરવા લાગશે અને જીવનની આગળની સફરમાં હાથપગ સાથ આપી શકશે.

યુવાવસ્થામાં- શરીર ભારે ખોરાક પચાવી શકતુ હોય, ક્ષમતા કરતા વધુ કામ કરી શકાતુ હોય ત્યારે ભાવે તેટલી મીઠાઇનો સ્વાદ માણવામાં સંકોચ, ડર કે ચિંતા કરવાની જરૃર નથી.

પ્રૌઢાવસ્થામાં- પાચનના પ્રશ્નોની શરૃઆત થાય, શરીર પાસે કામ લેવામાં મર્યાદા રાખવી પડે. થાકનો અનુભવ થાય ત્યારે મીઠાઇ કે બીજી ગળી ખાદ્યચીજોના ઉપયોગમાં નિયંત્રણ રાખવા અઠવાડીયામાં એક દિવસ મીઠાઇ અને બીજા દિવસે કુદરતી મીઠાઇ લેવાનું રાખવાથી (ફળો) મીઠાઇનાં પ્રમાણમાં પ૦ ટકા ઘટાડો કરી શકાશે.

વૃધ્ધાવસ્થામાં- હાલ ચાલ ધીમી પડે થોડુ ઝડપથી કે વધુ કામ કરવાથી હાંફ ચડે કે થાક લાગે પાચનના પ્રશ્નો સતાવે. આંખ-કાન-યાદદાસ્ત નબળા પડે, શરીરમાં શકિતનો ઘટાડો ચિંતા કરાવે. દાંત અને આંતરડા નબળા પડે ત્યારે મીઠાઇ ખાવનું વધુ મન થાય ત્યારે મીઠી ખાદ્યચીજો ત્રણ-ચાર દિવસે એકજ વાર લેવાનું રાખવાથી ૮૦ ટકા ઘટાડા સુધી પહોંચી શકાશે અને આ ઘટાડો સરભર કરવા સીઝનલ ફ્રુટનું સેવન પાંચ દિવસ અને બે દિવસ મીઠાઇ માટે રાખીને શરીરનું સ્વાસ્થ્ય સુધારી શકાશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments