Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઠંડીને દૂર કરવા, ચોક્કસથી ટ્રાય કરો આ 5 મસાલા

શિયાળા
, મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (17:07 IST)
શિયાળામાં આરોગ્યનો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ મૌસમમાં ઠંડી હવાના કારણે ખાંસી, શરદી, ખાંડી, ગળાનો દુખાવો, માથાનો દુખાવો, શરીર દુખાવો જેની શિકાયત સામાન્ય હોય છે. તે મૌસમ બદલવાની સાથે જ તમારા ખાન-પાન અને જીવનશૈલીમાં ફેરફાર કરવું જોઈએ. અમે તમને જણાવી રહ્યા છે કેટલાક એવા મસાલા વિશે જે શિયાળાના સમયે તમે તમારા ભોજનમાં ઉપયોગ જરૂર કરવું જોઈએ. આવું કરવાથી સંક્રામક રોગોથી બચી શકાય છે. 

શરીરમાં ગર્માહટ લાવે છે કાળી મરી  
સ્વાદ અને તેજ સુગંધ વાળી કાળી મરીમાં રહેલ એંટી ઓક્સીડેંટ શરીરના ચયાપચય એટલે કે મેટાબૉલિજ્મમાં તેજી લાવે છે. તમે કાળી મરીના પાઉડરને એક ગ્લાસ હળવા ગર્મ દૂધમાં હળદરની સાથે મિક્સ કરી પીવો. તેનીથી આ વધારે પ્રભાવી અને શક્તિશાળી બની જશે. ઠંડીડમાં તેનાથી શરીરમાં ગર્માહટ આવે છે. 
શિયાળા
 

નાની-મોટા રોગોથી બચાવે છે જાયફલ 
આ એક ગર્મ તાસીરનો મસાલો છે. તેમાં મજબૂત જીવાણુરોધી ગુણ છે. જે શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરવામાં સક્ષમ હોય છે. એક કપ હૂંફાના દૂધમાં અડધી ચમચી જાયફલનો પાઉડર, મધની ટીંપા અને ઈલાયચીનો થોડો પાઉડર મિકસ કરી પીવાથી ઠંડમાં થનારી નાની-મોટા રોગથી બચાવ થશે.. 
શિયાળા

ઔષધીય ગુણોથી ભરપૂર લવિંગ
એંટી-ઑક્સીડેંટ ગુણોથી ભરેલી લવિંગમાં સોજા વિરોધી, એટીસેપ્ટિક અને દુખાવાથી રાહત આપનાર ગુણ હોય છે. લવિંગની તેજ સુગંધ અને તેના ઔષધીય ગુણના લાભ ઉઠાવા માટે તમે તેને સલાદ પર છાંટી કે સૂપ કે ચામાં મિક્સ કરી પી શકો છો.
શિયાળા
 

ઘણા રોગોથી લડવામાં કારગર છે તજ 
તજના ઘણા સ્વાસ્થય લાભ છે. આ મસાલા એંટી ઑક્સીડેંટ ગુણોથી ભરપૂર હોય છે અને તેમાં ઘણા રોગોથી લડવાના ગુણ છે. ઠંડીના મૌસમમાં તજ પાઉડરને આદું સાથે મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને હળવા ગર્મ પાણીની સાથે અડધી ચમચી સવારે સાંજે તેનો સેવન કરો. 
શિયાળા

જીવાણુરોધી છે તમાલપત્ર
તમાલપત્ર  ઠંડીનાં થતી સામાન્ય સમસ્યાઓ જેમ કે શરદી, ફ્લૂ અને સંક્રમણના લક્ષણોથી લડવામાં કારગર છે. તેમાં પણ જીવાણુરોધી, એંટી ઈંફ્લેમેટ્રી ગુણ હોય છે. 10 ગ્રામ તમાલપત્ર કૂટીને તવા પર શેકીને રાખી લો. 2 કપ પાણીમાં તમાલપત્રનો એક ભાગ, દૂધ, ખાંડ મિકસ કરી ચાને સારી રીતે ઉકાળો. તેને ગાળીને દિવસમાં 3 વાર પીવું. 
શિયાળા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્પેશ્યલ વાનગી - ટોમેટો પપ્પુ