આમ તો દહીનુ સેવન આરોગ્ય માટે લાભકારે માનવામાં આવે છે. દહી દૂધની તુલનામાં વધુ પૌષ્ટિક પણ છે અને શસહેલાઈથી હજમ પણ થઈ જાય છે. પણ જરૂરી નથી કે દરેક વ્યક્તિને દહી ફાયદો જ કરે. ખોટા સમયે અને ખોટી રીતે ખાવામાં આવેલુ દહી અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્બને વધારે છે.
વાસી કે ખાટુ દહી - 2 દિવસથી વધુ સમય ફ્રિજમાં પડેલુ દહીનુ સેવન બિલકુલ ન કરવુ જોઈએ. વાસી દહીનુસ એવન કરવાથી પેટ ખરાબ થાય છે કે પછી કબજિયાત બંનેમાંથી એક સમસ્યાનુ કારણ બની શકે છે.
રાતના સમયે - અનેક લોકો ડિનરમાં ચોખા કે પછી શાક સાથે દહી ખાઈ લે છે. રાત્રે દહી ખાવાથી મસ્તિષ્ક કમજોર થય છે. સાથે જ તેનો સીધો પ્રભાવ તમારા ઈમ્યૂન સિસ્ટમ પર પડે છે. રાત્રે તાપમાન ઓછુ થાય છે. આવામાં દહીનુ સેવન શરદી, તાવ અને માથાના દુખાવાનું કારણ બને છે.
નોનવેઝ સાથે - માંસાહારી ભોજન સાથે દહીનુ સેવન કરવુ ખૂબ જ હાનિકારક હોય છે. બંન વસ્તુઓ ભારે હોવાને કારણે પાચનમાં સમસ્યા પણ થઈ શકે છે કે પેટ ભારે અને ગેસની તકલીફ થઈ શકે છે.
ત્વચા રોગ - દહીમાં ગુડ બેક્ટેરિયા જોવા મળે છે. જે શરીર માટે અમ તો નુકશાનદાયક નથી પણ જો તમને ત્વચા સંબંધી સમસ્યા છે તો ડોક્ટરની સલાહ લીધ પછી જ દહીનુ સેવન કરો. નહી તો એલર્જી સંબંધિત સમસ્યા વધી શકે છે.
વસંતમાં દહી - વસંતના મહિનામાં દહીનુ સેવન ન કરવુ જોઈએ. દહી જ નહી પણ તેનાથી બનેલી કોઈપણ વસ્તુ જેવી કે કઢી, લસ્સી કે પછી દહીના શાકનુ સેવન વસંત મહિનામાં ન કરવુ જોઈએ. આ મહિનામાં દહીનુ સેવન વાત, પિત્ત અને કફ બગાડે છે.
દમાના રોગી - દમાના રોગીઓ માટે દહીનુ સેવન હાનિકારક સિદ્ધ થઈ શકે છે. આવુ કરવાથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થશે. દહીમાં રહેલ ગુડ બેક્ટેરિયા દમના દર્દીઓ માટે પરેશાનીનુ કારણ બને છે.
ડાયાબિટીશ - ડાયાબિટીશ(મધુમેહ) એટલે કે શુગરના દર્દીઓએ દહીનો ઉપયોગ ડોક્ટરની સ્લાહ પછી જ કરવી જોઈએ. શુગરના દર્દીમાં ઈંસુલિનની ઓછી માત્રા બને છે. જે કારણે દહીને હજમ કરવી આ દર્દીઓ માટે થોડુ મુશ્કેલ થઈ જાય છે. તેથી આ દર્દીઓની શ્વાસ ફુલવી અને થાક જેવી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
શિયાળામાં દહીનુ સેવન - શિયાળાની ઋતુમાં દહીનુ સેવન કરવાથી બચવુ જોઈએ. તમે ચાહો તો તાપમાં બેસીને તેને ખાઈ શકો છો. ઠંડકવાળા સ્થાન પર બેસીને ખાવાથી કફ બને છે. જેનો સીધો પ્રભાવ તમારા ઈમ્યુન સિસ્ટમ પર પડે છે. 10 વર્ષથી ઓછી વયના બાળકો અને 50 વર્ષથી વધુ વયના લોકોએ આ ઋતુમાં દહીનુ સેવન બિલકુલ ન કરવુ જોઈએ.