Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

તમારા પીરિયડસની શરૂઆત ક્યારે થઈ.... જાણો ખતરો

તમારા પીરિયડસની શરૂઆત ક્યારે થઈ.... જાણો ખતરો
, બુધવાર, 13 જૂન 2018 (00:46 IST)
શું તમને યાદ છે કે તમારું પીરિયડ ક્યારે આવ્યું હતું. શું તમને યાદ છે કે પહેલીવાર એક છોકરીથે મહિલા બનવાનું પડાવ ! આ વિચારથી જ કોઈ તો ઉત્સહિત થયું હશે. અને કોઈ આ સમયે થતીં પીડા અને શારીરિક ફેરફારથી થયું હશે. પછી ઘણા મહીના સુધી આ પ્રક્રિયાને જોતા તેની ટેવ પણ થઈ ગઈ હશે. પણ શું તમે 
જાણો છો કે જે ઉમ્રમાં પહેલીવાર તમારું પીરિયડસ આવવું શરૂ થયું હોય છે તેનાથી તમારી આગળના જીવન અને આરોગ્યથી ગાઢ સંબંધ હોય છે. મેડિકલની ભાષામાં ફર્સ્ટ ટાઈમ પીરિયડ આવવાને મેનાર્ચે કહેવાય છે. 
તમારું પહેલો પીરિયડસ ક્યારે આવશે. આ આનુવંશિક કારણ પર નિર્ભર કરે છે. જેમ તમારી માં કે બેનનો મેનાર્ચ ક્યારે આવ્યું હતું. ઘણી વાર પર્યાવરણીય કારણ અને તમારું શારિરિક વજન પણ મેનાર્ચ આવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તમારું શરીરનો યોગ્ય વજન અને શરીરની યોગ્ય માત્રામાં વસા હોવું હાર્મોન  પેદા કરવા માટે મહત્વપૂર્ણ મુખ્ય ભૂમિકા ભજવે છે, જેના કારણે તમારું પહેલો પીરિયડ આવે છે. આ જ કારણે મેનાર્ચેથી પહેલા સામાન્ય છોકરીઓનો વજન થોડું વધી જાય છે. જાડાપણું વધવાથી પણ છોકરીઓનો પીરિયડસ જલ્દી આવવા લાગે છે. 
 
જે છોકરીઓનો મેનાર્ચે 10 વર્ષની ઉમ્રથી પહેલા કે 17 વર્ષની ઉમ્ર પછી આવે છે તેનામાં દિલના રોગ, સ્ટ્રોક અને હાઈ બ્લ્ડ પ્રેશર જેવા રોગનો ખતરો બીજી છોકરીઓ કરતા વધારે હોય છે. ALSO READ: પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવે તો સંભળી જાઓ નહી તો, જીવનથી હાથ ધોવું પડશે
 
આવું પણ જોવાયું છે કે જે છોકરીઓના પીરિયડસ 12 વર્ષની ઉમ્ર પછી શરૂ હોય છે એ લાંબુ જીવન જીવે છે. 
 
જે છોકરીઓમાં મેનાર્ચે 12 વર્ષની ઉમ્રથી પહેલા શરૂ થઈ જાય છે, તો તેણે 40 કે 44 વર્ષની ઉમ્રના વચ્ચે મેનૉપોજ પણ આવી શકે છે. મોડેથી મેનાર્ચે આવવાથી મેનોપૉજ પણ મોડેથી આવી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Home Tips -Furniture માં ક્યારેય નહી લાગે ઊધઈ, આ રીતે કરો કેયર