દૂધ પીવુ મોટાભાગના લોકોને પસંદ નથી હોતુ. પણ આ આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. તેને પીવાથી શરીરને તાકત મળે છે. ઘરમાં અનેક વસ્તુઓ હાજર હોય છે. જે ઔષધિનુ કામ કરે છે. આ વસ્તુઓને દૂધમાં મિક્સ કરીને નિયમિત સેવન કરવાથી અનેક બીમારીઓ દૂર થાય છે.
1. પથરી - આજકાલ મોટાભાગના લોકોમાં પથરીની સમસ્યા સામાન્ય જોવા મળી રહી છે. તેમા ખૂબ દુખાવો થાય છે અને પછી આવામાં લોકો ઓપરેશનની મદદ લે છે. કેટલાક ઘરેલુ ઉપાય કરીને આ સમસ્યાથી બચી શકાય છે. રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ દૂધ પીવો. આવુ કરવાથી કિડનીની પથરી ઓગળીને નીકળી જશે.
2. દિલની બીમારી - જો તમે દિલની બીમારીથી પરેશાન છો તો દૂધમાં તુલસીના પાન મિક્સ કરીને ગરમ કરો અને ફરી તેને ઠંડુ કરી સેવન કરો. તેનુ સેવન કરવાથી દિલહી બીમારીથી છુટકારો મળશે.
3. માઈગ્રેન - માઈગ્રેનથી પીડિત લોકોની સંખ્યા દિવસો દિવસ વધતી જઈ રહી છે. આ દુખાવો માથાના અડધા ભાગમાં થાય છે. અનેકવાર દર્દ અસહનીય થઈ જાય છે. તેનાથી બચવા માટે સવાર સાંજ તુલસી અને હળદરવાળુ દૂધ પીવો.
4. ફ્લૂ - ઋતુમાં ફેરફાર થતા ખૂબ મચ્છર થઈ જાય છે. આવામાં ફ્લૂ થવાનો ખતરો પણ વધી જાય છે. તેનાથી શરીર કમજોર થઈ જાય છે. આનાથી બચવા માટે દૂધમાં તુલસીના પાન, લવિંગ અને કાળા મરી મિક્સ કરીને પીવો. તેનુ રોજ સવારે ખાલી પેટ સેવન કરો.
5. કેંસર - દૂધમાં ઘણી માત્રામાં વિટામિન્સ અને ખનીજ તત્વ જોવા મળે છે. દૂધમાં નિયમિત રૂપે તુલસી મિક્સ કરીને પીવથી કેંસરની બીમારીથી છુટકારો મળે છે.