તમે સાંભળ્યુ હશે કે લસણ એક દવાની જેમ કામ કરે છે અને જો 1 લસણ રોજ ખાલી પેટ ખાવામાં આવે તો આ બધી બીમારીને દૂર કરી દે છે. પણ અનેકવાર આનુ સેવન સ્વાસ્થ્ય માટે ઘાતક પણ બની જાય છે.
અનેકવાર કાચુ લસણ મોઢામાંથી દુર્ગંધ, છાતીમાં બળતરા અને શરીરમાંથી દુર્ગંધનુ કારણ બને છે. કાચુ જ નહી પણ ખાવામાં પકવેલ લસણનું સેવન કરવાથી પણ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
જાણો કોણે કોણે માટે છે નુકશાનદાયક લસણ
1. જો તમે એંટીકૉગુલેંટ દવાઓ ખાવ છો તો..
લસણમાં લોહીને પાતળુ કરવાના ગુણ હોય છે. જો તમે પહેલાથી જ એંટીકૉગુલેટ દવાઓ ખાઈ રહ્યા છો તો લસણ ન ખાવ નહી તો તમને અત્યાધિક બ્લીડિંગ થઈ શકે છે.
2. ડૉક્ટર દ્વારા જણાવેલ દવાઓ જો તમારી દવાઓ ચાલી રહી છે તો ડોક્ટરને પૂછ્યા વગર લસણનું વધુ સેવન ન કરો.
3. જો તમને લીવરની સમસ્યા છે
લસણ ખાવાથી કેટલીક દવાઓની અસર ઓછી પડે છે. આ ઉપરાંત લીવર દવાઓના બ્રેકડાઉન નથી કરી શકતુ. દવાઓ જેવી બર્થ કંટ્રોલ પિલ્સ લસણ સાથે ખાવામાં આવે તો તેની અસર ઊંધી પડી શકે છે.
4. જો તમારુ પેટ સંવેદનશીલ હોય તો લસણને હજમ કરવો થોડો ભારે થઈ જાય છે. જો તમારુ પેટ હંમેશા ગડબડ રહે છે તો લસણ ઓછો ખાવ.
5. જો તમે પ્રેગનેંટ છો - થોડી માત્રામાં લસણ ખાવું ઠીક છે પણ તેને ઘરેલુ નુસ્ખાના રૂપમાં નિયમિત લેવો યોગ્ય નથી.
6. લો બ્લડ પ્રેશર - જો તમારુ બ્લડ પ્રેશર નોર્મલની રેંજમાં રહે છે કે પછી લો રહે છે તો લસણ ઓછુ ખાવ. નહી તો લસણનું સેવન તમારા બીપીને વધુ ઓછુ કરી શકે છે.