Webdunia - Bharat's app for daily news and videos

Install App

તહેવારોની વાનગીઓ ખાઈને ફુલી ગયુ છે તમારુ પેટ ? ગેસ-એસીડિટી અને બધી જમા ગંદકીને બહાર ફેંકી દેશે આ દેશી ઉપાય

Webdunia
મંગળવાર, 20 ઑગસ્ટ 2024 (15:11 IST)
Gas Acidity And Constipation Remedies: તહેવારોમાં વાનગીઓ અને મીઠાઈઓ ખાવાથી પેટ બગડી જાય છે. ગેસ એસિડિટી અને પેટ સાફ ન થવાથી લોકો પરેશાન રહે છે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ ઘરેલુ ઉપાયો અપનાવીને તમારું પેટ કરો ઠીક. 
 
મોટાભાગના ઘરમાં તહેવારોમાં અનેક પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ બને છે. આ વસ્તુનો ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે છે પણ પેટની હાલત ટાઈટ કરી નાખે છે. વધુ તેલવાળી વસ્તુ, મીઠાઈ અને પકવાન ખાવાથી પેટમાં કબજિયાતની સમસ્યા વધી જાય છે.  ગેસ અને એસિડિટીથી લોકો પરેશાન રહે છે.  આવામાં તમે અનેક ઘરેલુ ઉપાયો અપનાવીને આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે.  આ ઉપાયો કરવાથી તમારુ પેટ  પણ સાફ થઈ જશે અને શરીર પણ સ્વસ્થ રહેશે.  પેટમાં જમા બધો કચરો અને ગંદકી બહાર નીકળી જશે. જાણો કબજિયાત અને ગેસ એસિડિટી માટે કયા ઉપાય કરશો  ? 
 
 કબજિયાત અને ગેસ એસિડિટીએ કેવી રીતે રાહત મેળવશો ?
સંચળ અને અજમો - સંચળ અને અજમો પેટ માટે અસરકારક ઘરેલુ ઉપચાર છે. આ માટે અજમાને વાટીને તેમાં સંચળ મિક્સ કરો. જ્યારે પણ તમને ગેસ, કબજિયાત અને એસિડિટી થાય ત્યારે આ પાવડર 1 ચમચી ખાઓ. તમને ગેસની એસિડિટીમાંથી તાત્કાલિક રાહત મળશે. અજમામાં એવા તત્વો હોય છે જે કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.
 
વરિયાળી- અજીર્ણની સમસ્યામાં પણ વરિયાળીનું સેવન ફાયદાકારક છે. વરિયાળી ખાવાથી ગેસ, કબજિયાત અને એસિડિટી ઓછી થાય છે. વરિયાળીમાં ઠંડકની અસર હોય છે જે પેટની ગરમીને શાંત કરે છે. તેનાથી બળતરા ઓછી થાય છે અને કબજિયાતથી રાહત મળે છે. વરિયાળીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તેને ખાવાથી પેટ સાફ થાય છે અને એસિડિટી ઓછી થાય છે. રોજ જમ્યા પછી 1 ચમચી વરિયાળી ખાવાની ટેવ પાડો.
 
પપૈયું- કબજિયાત માટે આ એક અસરકારક અને સરળ ઉપાય એ છે કે જ્યારે પણ તમને એવું લાગે કે તમારું પેટ ફૂલી રહ્યું છે અથવા તમને કબજિયાત છે ત્યારે પપૈયું ખાવું. ખાલી પેટે પપૈયું ખાવાથી ગેસ અને એસિડિટીથી પણ રાહત મળે છે. જૂની કબજિયાત પણ આનાથી મટાડી શકાય છે. રોજિંદા આહારમાં પપૈયાનો સમાવેશ કરવાથી પાચન સંબંધી તમામ રોગો મટે છે.
 
સલાદ - જો વાનગીઓ ખાવાથી પેટ ખરાબ થઈ ગયુ હોય તો તમારા ડાયેટમાં બને તેટલું સલાડ સામેલ કરો. ફાઈબરથી ભરપૂર વસ્તુઓ ખાવાથી પેટમાં જમા થયેલી બધી ગંદકી સરળતાથી નીકળી જશે. આ પેટને સાફ કરવામાં મદદ કરશે. કબજિયાતની સમસ્યા પણ ફાઈબરવાળો આહાર લો. 
 
ત્રિફલા ચૂરણ - જો તમને કબજિયાત ગેસ અને એસીડિટીથી છુટકારો મેળવવો છે તો રોજ ત્રિફળાનુ સેવન શરૂ કરી દો.  આયુર્વેદદમાં ત્રિફળાને પેટના રોગ દૂર કરવા માટે અસરદાર માનવામાં આવે છે. ત્રિફળા ખાવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. તેનાથી ગેસ અને એસીડિટીમાં પણ રાહત મળે છે. જો ત્રિફળા નથી તો તમે આમળાનુ  ચૂરણ પણ ખાઈ શકો છો. તેનાથી તમારી પેટની બધી સમસ્યા દૂર થશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments