Biodata Maker
✕

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Webdunia
શનિવાર, 21 ફેબ્રુઆરી 2026 (10:01 IST)
આ દિવસોમાં દેશ અને દુનિયામાં સ્થૂળતા રોગચાળાની જેમ ફેલાઈ રહી છે. લોકો વધુને વધુ મેદસ્વી બની રહ્યા છે. વજન વધવાને કારણે આપણું શરીર હાઈ બીપી, કોલેસ્ટ્રોલ, શુગર વગેરે જેવી અનેક ગંભીર બીમારીઓનું ઘર બની જાય છે. ખાસ કરીને, ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ જ ઝડપથી વધે છે, તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સૌથી પહેલા સ્થૂળતા ઓછી કરો. જેવો વધેલા વજનમાં ઘટાડો થશે (how to reduce obesity ), અડધી બીમારીઓ તો આપમેળે જ ગાયબ થઈ જશે.  આવી સ્થિતિમાં, વજન ઘટાડવા માટે, ઉત્તમ આહાર અને કસરતની સાથે, જીરા અને મેથીનો આ વર્ષો જૂનો દેશી ઘરેલું ઉપાય  જરૂર અજમાવો.
 

કેવી રીતે  કરશો જીરા અને મેથીનો ઉપાય ? 
 

5 ચમચી જીરું, 5 ચમચી મેથી, 5 ચમચી વરિયાળી અને તજનો ટુકડો લો. જીરા, મેથીની સાથે વરિયાળી અને તજ વજન ઘટાડવામાં ફાયદાકારક છે. જીરામાં એવા કમ્પાઉન્ડ હોય છે જે પાચનક્રિયાને ઝડપી બનાવે છે. એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર મેથી સ્થૂળતા તેમજ શુગરને નિયંત્રિત કરે છે. વરિયાળીનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. એટલે કે આ મસાલા માત્ર વજન જ ઓછું નથી કરતા પણ બીજી ઘણી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે.
 

જીરા-મેથીનો પાઉડર કેવી રીતે બનાવશો?
 

જીરું, મેથી, વરિયાળી અને તજના ટુકડા લો. હવે આ મસાલાને એક પેનમાં નાખીને ધીમી આંચ પર એકસાથે શેકી લો. આ મસાલો હળવો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેમને મિક્સરમાં બારીકવાટીને પાવડર બનાવી લો.
 

વજન ઘટાડવામાં આ પાણી ફાયદાકારક છે
 

દરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી આ પાવડર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં એક લીંબુનો રસ ઉમેરો. તમારું વજન ઘટાડવાનું પાણી તૈયાર છે આ પાણીને એક મહિના સુધી પીવાથી તમારું વજન ઝડપથી ઘટશે.
 

આ સમસ્યાઓમાં પણ છે અસરકારક 
 

જો બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી ગયું હોય તો આ પાણી જરૂર પીવો, તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહેશે. તેમજ હાર્ટની તબિયત સારી રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

HAPPY SHARAD PURNIMA WISHES: આ 10 સંદેશા દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શરદપૂનમની શુભેચ્છા, પૂનમની પ્યારી પ્યારી રાત....

સોનિયા ગાંધીનુ પુસ્તક 'Belonging: A Journey of Love' પર શુ છે કંટ્રોવર્સી, પ્રકાશને કેમ છાપવાનો કર્યો ઈનકાર ?

ગુજરાત સરકારની પેન્શનર્સને દિવાળીની ભેટ: મોંઘવારી ભથ્થામાં વધારો, દર મહિને રૂ. 6,200 સુધીનો ફાયદો

વડોદરામાં બિલ્ડરના પુત્રએ એંડેવર કાર દ્વારા 5 વાહનોને મારી ટક્કર, 2 લોકોના મોત, 3 ઘાયલ

દિવાળી પર ખરીદો આ 6 સૌથી વધુ માઈલેજવાળી હાઈબ્રિડ કાર, જાણો કોણ આપે છે સૌથી વધુ માઈલેજ ?

વધુ જુઓ..

ધર્મ

HAPPY SHARAD PURNIMA WISHES: આ 10 સંદેશા દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શરદપૂનમની શુભેચ્છા, પૂનમની પ્યારી પ્યારી રાત....

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 ઓક્ટોબર, 2026

શનિવારના દિવસે ૩ સ્થાન પર દીવો પ્રગટાવવો અત્યંત શુભ, રોગો-દોષ થી મળી શકે છે મુક્તિ

આગળનો લેખ
Show comments