Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં તમે પણ પીવો છો કડક ગરમ ચા ? 2 ભૂલ બનાવી શકે છે તમને Cancer નો દર્દી, જાણી લો ચા બનાવવાની સાચી રીત

Webdunia
ગુરુવાર, 16 જાન્યુઆરી 2025 (13:22 IST)
tea side effects
ચા દુનિયામાં સૌથી વધુ પીવામાં આવનારુ પીણુ છે. ભારતમાં ચા સૌથી વધુ પીવામાં આવે છે. શિયાળામાં મોટાભાગના લોકોની શરૂઆત એક કપ ચા સાથે થાય છે.  આદુની ચા મળી જાય તો પછી શુ કહેવુ. પણ શુ તમે જાણો છો કે ચા પીવા બાબતે કેટલીક ભૂલ કેંસરનુ કારણ બની શકે છે ?
 
દરેક વસ્તુને ખાવા-પીવાના કેટલાક નિયમ હોય છે અને આ વાત ચા પર પણ લાગુ થાય છે. ઘણા લોકો દિવસભરમાં અનેક કપ ચા પી જાય છે. કેટલાક લોકો તો એવા પણ છે જે એક જ મિનિટમાં ગરમ ચા નો આખો કપ પી જાય છે. કેટલાક લોકો તો ચા ને કડક બનાવવા માટે ખૂબ ઉકાળતા રહે છે. 
 
શુ તમે જાણો છો કે ચા  ના બાબતે આ કામ તમને કેંસરના દર્દી બનાવી શકે છે ? એક અભ્યાસ મુજબ વધુ ગરમ ચા પીવાથી ઈસોફેગલ કેંસર થવાનો ખતરો વધી જાય છે. ચાલો જાણીએ ચા બનાવવામાં અને પીવામાં લોકો શુ ભૂલ કરી રહ્યા છે અને કોઈપણ સાઈડ ઈફેક્ટ વગર ચા નો આનંદ કેવી રીતે લઈ શકો છો. 
 
વધુ ગરમ ચા પીવાથી કેંસરનો ખતરો 
 
ઈંટરનેશનલ જર્નલ ઓફ કેંસરમાં પ્રકાશિત એક રિપોર્ટ  (Ref.) મુજબ 50,000 થી વધુ લોકો પર આ અભ્યાસ કરવામાં આવ્યો. જેમા જોવા મળ્યુ કે જે લોકો 60 ડિગ્રી સેલ્સિયસ(140 ડિગ્રી ફારેનહાઈટ) થી વધુ ગરમ ચા પીવે છે અને રોજ 700 મિલીલીટરથી વધુ ચા (લગભગ બે મોટા કપ) પીવે છે, તેમને ઈસોફેગલ કેંસર થવાનો ખતરો 90%  ટકા વધી જાય છે. 
 
ઈસોફેગલ શુ છે 
ઈસોફેગસ એ નળી હોય છે જેનાથી ખોરાક અને પીણું આપણા પેટમાં જાય છે. જો તમે ખૂબ વધુ ગરમ ચા પીવો છો તો તેનાથી ઈસોફેગસમાં બળતરા થઈ શકે છે. વારેઘડીએ બળતરાથી કોશિકાઓમાં ફેરફાર આવી શકે છે અને કેંસર થઈ શકે છે.  ઈસિફેગલ કેંસર દુનિયાનુ આઠમુ સૌથી સામાન્ય કેંસર છે. દર વર્ષે તેનાથી લગભગ 400000 લોકો મરે છે.  
 
ગરમ ચા પીવાથી કેંસરનો ભય કેવી રીતે 
ચા પીવી ઘણા લોકોની દિનચર્યાનો એક ભાગ છે. પણ વધુ ગરમ ચા પીવાથી ઈસોફેગલ કેંસરનો ખતરો વધી શકે છે. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે આ સમજવુ જરૂરી છે કે શરીરના કોઈપણ કિનારા પર વારે ઘડીએ બળતરાથી કેંસરનો ખતરો વધી જાય છે.  દાખલા તરીકે સનબર્ન થી ત્વચાનુ કેંસર થાય છે. ધૂમ્રપાનથી ફેફસા ફેફ્સાનુ કેંસર થય છે અને અનેક ખાદ્ય પદાર્થ અને પેય ગૈસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેંસરનુ જોખમ વધી શકે છે. 
 
ચા વધુ ન ઉકાળશો 
ન્યૂટ્રિશનિસ્ટ મુજબ વધુ કડક ચા પીવી છોડી દેવી જોઈએ. ચા બનાવતી વખતે તેને વધુ ઉકાળશો નહી. આવુ કરવાથી દૂધ અને ચાની ભુકીના પોષક તત્વ નષ્ટ થઈ જાય છે. ચા માં ટૈનિન પ્રચુર માત્રામાં જોવા મળે છે. ટૈનિન પોલીફેનોલિક બ્બાયોમૉલિક્યૂલ્સ નો એક સમૂહ છે. જે ફળ, શાક, નટ્સ, વાઈન અને ચા માં જોવા મળે છે.  આ મોટા અણુ (મોલિક્યૂલ) હોય છે, જે પ્રોટીન સેલ્યુલોજ, સ્ટાર્ચ અને મિનરલ્સ સાથે જોડાઈને તેને બાંધી લે છે. તેનાથી શરીર માટે આયરનને અવશોષિત કરવુ મુશ્કેલ થઈ જાય છે  
 
ચા કેટલી વાર સુધી ઉકાળવી જોઈએ  
 
જો ચા ને 4-5 મિનિટથી વધુ સુધી ઉકાળશો તો ટૈનિનની માત્રા વધી જાય છે. જે આયરનના અવશોષણને વધુ અવરોધિત કરી શકે છે. વધુ ઉકાળવાથી ચા ના પોષક તત્વો ઘટવા ઉપરાંત તેનો સ્વાદ પણ ખાટો થઈ જાય છે.  એસિડિટીની સમસ્યા થઈ શકે છે અને કેંસરનો ખતરો પણ વધી શકે છે.  
 
ખાલી પેટ વધુ ચા પીવાથી બચો 
એક્સપર્ટ મુજબ ખૂબ વધુ ચા  (5–6 કપથી વધુ) પીવાથી આયરન અવશોષણમાં સમસ્યા અને કૈફીનની માત્રા વધી શકે છે.  આ ઉપરાંત ખાલી પેટ ચા પીવાથી એસીડીટી અને બળતરા થઈ શકે છે.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

ગુરૂવારે કરશો આ ઉપાય તો આર્થિક સમસ્યા થશે દૂર

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ખરીદી કરવાને બદલે આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદ વરસશે

આગળનો લેખ
Show comments