Biodata Maker
✕

હેલ્થ કેર : સતત અનિદ્રા ડાયાબિટિસનું લક્ષણ હોઈ શકે

Webdunia
જે લોકો રાતમાં સતત પડખાં બદલતા રહી ઊંઘ આવવાની રાહ જોયા કરે છે તેમનામાં ડાયાબીટિઝ અને હૃદય સંબંધી રોગોનું જોખમ છગણું વધુ હોય છે. નવા સંશોધન અનુસાર ત્રણ દિવસ સતત અનિંદ્રા બાદ ડાયાબીટિઝના લક્ષણો ઉત્પન્ન થવાનું શરૂ થઇ જાય છે. 'નેચર જિનેટિક્સ'માં પ્રકાશિત આ અંગેનું નવું સંશોધન એ સંશોધનોની પુષ્ટિ કરે છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે નાઇટ શિફ્ટમાં કામ કરનારા લોકોમાં ડાયાબીટિઝ અને હૃદય સંબંધી રોગોની સંભાવના વધુ હોય છે.

તાજેતરના સંશોધનમાં 20 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકો અનુસાર એમટી-2 નામથી ઓળખાતું ફૉલ્ટી પ્રોટીન અનિયમિત દિનચર્યા દરમિયાન ઇન્સ્યુલિન હોર્મોન રિલિઝ કરે છે. આનાથી બ્લડ શુગરનું સ્તર બગડી જાય છે અને ડાયાબીટિઝનું જોખમ સર્જાય છે. લંડનની ઇમ્પીરિયલ કોલેજના પ્રોફેસર ફીલિપ ફ્રોગુયલ જણાવે છે કે બ્લડ શુગરનું સ્તર એ પ્રક્રિયાઓમાં સામેલ છે જે આપણા શરીરની બાયોલોજીકલ ક્લોકથી નિયંત્રિત થાય છે.

યુકેમાં ડાયરેક્ટર ઓફ રિસર્ચ ડાયાબીટિઝ ડૉ. લેન ફ્રેમ કહે છે આ પ્રકારના જિનેટિક અભ્યાસ એ જાણકારી મેળવવામાં બહુ ફાયદાકારક છે કે કોઇ વ્યક્તિના જિનેટિક્સ કઇ રીતે તેનામાં ડાયાબીટિઝ ટાઇપ-2નું જોખમ પેદા કરે છે. એ જાણવું પણ જરૂરી છે કે જિનેટિક્સ ફેરફારો સિવાય જીવનશૈલી પણ જોખમી સ્થિતિ સર્જી શકે છે. બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરનાર ઇન્સ્યુલિન મેલાટોનીન દ્વારા નિયમિત કરાય છે. સાથે શરીરની ઊંઘવા અને જાગવાની પ્રક્રિયામાં પણ મેલાટોનીનનું યોગદાન મહત્વનું હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભક્તે ૧૦ કરોડનું દાન આપ્યું, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ અને સીઈઓને ચેક સોંપ્યો

અર્ણબ અને મુરાસુ પછી, ચક્રવાત 'અક્વાન' હવે ખતરો બની રહ્યો છે! બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયું છે

બદ્રીનાથ ધામના કપાટ બંધ થાય તે પહેલા હવામાન બદલાઈ રહ્યું છે, આજે સવારથી સતત બરફવર્ષા થઈ રહી છે. વિડિઓ જુઓ.

ભોપાલમાં લવ જેહાદનું કાવતરું નિષ્ફળ! ​​રૂબીના તરીકે હિન્દુ મહિલાનો ઢોંગ કરનાર આરોપી, બજરંગ દળે ધરપકડ કરી

OnePlus ત્રણ સસ્તા ફોન લોન્ચ કરશે, જેમાં OnePlus 16Rનો સમાવેશ થાય છે. કિંમત જાહેર કરવામાં આવી છે.

વધુ જુઓ..

ધર્મ

આજે છઠ પૂજાનો સાંજનો પ્રસાદ કરવામાં આવશે. સૂર્યને જળ ચઢાવવાનો યોગ્ય સમય અને નિયમો જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 નવેમ્બર, 2026

લાભ પાંચમ 2026 - વેપારમાં લાભની ઈચ્છા સાથે કરો આજે લાભ પાંચમની પૂજા, જાણી લો લક્ષ્મી ગણેશ પૂજાની સંપૂર્ણ વિધિ

Happy Labh Pancham - લાભ પાંચમની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 14 નવેમ્બર, 2026, 2026

આગળનો લેખ
Show comments