Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Health Tips: ઔષધીય ગુણોનો ખજાનો છે આ લાલ ફુલ..

Health Tips: ઔષધીય ગુણોનો ખજાનો છે આ લાલ ફુલ..
, શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (18:27 IST)
ઉત્તરાખંડના પર્વત પર ખીલનારુ લાલ બુરાંશનુ ફુલ ન જોવામાં તો સુંદર છે પણ સાથે જ તેના આરોગ્યપ્રદ અનેક ફાયદા છે.  ગરમીમા લૂ, ખાંસી તાવ જેવી બીમારીઓને દૂર ભગાડવા માટે આ દવા જેવુ જ કામ કરે છે. બુરાંશના ફુલથી તૈયાર જ્યુસ અને અન્ય ઉત્પાદોનુ સેવન કરવાથી તમારા દિલનુ આરોગ્ય સારુ રહેવા સાથે જ શરીરમાં લોહીની કમી પણ દૂર થાય છે.  આવો જાણીએ આ ફુલના જાદુઈ ઔષધીય ગુણ 
 
દિલનુ આરોગ્ય - રોડોડેંડ્રોન પ્રજાતિના આ ઝાડમાં સીઝનલ બુરાંશના લાલ સફેદ ભૂરા ફુલ ખીલે છે. લાલ ફુલ ઔષધીય ગુણોથી ભરપૂર છે. ખાસ કરીને હ્રદય રોગથી પીડિત લોકો જો રોજ એક ગ્લાસ બુરાંશના જ્યુસનુ સેવન કરે તો દિલનો રોગ ઠીક થઈ જાય છે. 
 
લોહીની કમી દૂર કરે છે - શારીરિક વિકાસ કે પછી શરીરમાં લોહીની કમીને બુરાંશનુ જ્યુસ દૂર કરવાનુ કામ કરે છે. 
 
કોલેસ્ટ્રોલ જ નહી બ્લડ પ્રેશર પણ કરે છે કંટ્રોલ - બુરાંશના ફુલ હ્રદય રોગીઓને માટે જ ફાયદાકારી નથી પણ આનુ નિયમિત સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને પણ રાહત મળે છે. બુરાંશના જ્યુસમાં પૉલી ફૈટી એસિડની માત્રા વધુ હોવાને કારણે આ શરીરમાં જઈને વધુ કોલેસ્ટ્રોલ બનવા દેતા નથી. જેને કાર્ણે વ્યક્તિને હ્રદય સંબંધી બીમારીઓ થવાનો ખતરો ખૂબ ઓછો રહે છે 
 
બદલતી ઋતુમાં તમને રાખશે ફીટ 
 
આ ફુલમાં રહેલ વિટામીન બી કૉમ્પ્લેક્ષને કારણે બદલતી ઋતુમાં થનારી અનેક બીમારીઓ જેવી કે ખાંસી તાવમાં બુરાંશનુ જ્યુસ દવા જેવુ કામ કરે  છે. 
 
લીવર સંબંધી રોગ કરે દૂર - બુરાંશના જ્યુસનુ સેવન કરવાથી લીવર સંબંધી રોગ થતા નથી. આ ઉપરાંત શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chandrayaan-2 : સૌથી મુશ્કેલ પરીક્ષા, તડકો ન મળ્યો તો ચંદ્ર પર નિર્બળ થઈ જશે પ્રજ્ઞાન