ડુંગળી - ડુંગળીના સલાદથી આંખોની જ્યોતિ વધવાની સાથે સાથે ભૂખ પણ વધે છે. આ ત્વચાના રોગ, કોલેરા અને પેટની બીમારીઓમાં પણ ફાયદાકારી છે.
ખીરા (કાકડી જેવુ ફળ) આ શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. કબજિયાત દૂર કરવા ઉપરાંત ગરમીની ઋતુમાં થનારી સમસ્યાઓમાંથી છુટાકારો પણ અપાવે છે.
કાકડી - કાકડીમાં પ્રચુર માત્રામાં પોટેશિયમ હોય છે જે આપણા શરીરમાં બ્લડપ્રેશરની માત્રા પર નિયંત્રણ મુકે છે. તેનુ સેવન કરવાથી પાચન ક્રિયા પણ યોગ્ય રહે છે.
ટામેટા - ટામેટામાં વિટામિન એ, બી અને સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ કબજિયાત, પાચન શક્તિ અને બ્લડ પ્રેશરમાં ફાયદાકારી છે.
મૂળા - રોજ આનુ સેવન કરવાથી પેટની ગેસ અને પથરી જેવા રોગોમાં રાહત મળે છે.
ગાજર - આ ત્વચાના રોગોને દૂર કરવા અને નેત્ર જ્યોતિ વધારવામાં ફાયદાકારી હોય છે. ગાજર ત્વચા પરથી દાગ ધબ્બા હટાવી ગ્લો લાવે છે. તેનાથી શરીરમાં હીમોગ્લોબિન વધે છે.
લીંબૂ - સલાદ પર લીંબૂ નીચોડવુ પણ જરૂરી છે. કારણ કે લીંબૂ વિટામિન સી નો ભંડાર છે. આ સલાદને સ્વાદિષ્ટ બનાવવા ઉપરાંત સ્કર્વી રોગથી પણ દૂર રાખે છે.