Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Benefits Of Carrot Juice: શિયાળામાં ગાજરનુ જ્યુસ રોજ કેમ પીવુ જોઈએ ? જાણો ગાજરના જ્યુસ પીવાના 7 ફાયદા

Benefits Of Carrot Juice: શિયાળામાં ગાજરનુ જ્યુસ રોજ કેમ પીવુ જોઈએ ? જાણો ગાજરના જ્યુસ પીવાના 7 ફાયદા
, સોમવાર, 15 નવેમ્બર 2021 (15:34 IST)
Health Benefits Of Carrot Juice: ગાજરને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે. ગાજરનું કાચું કે ગાજરનો રસ પીવો સ્વાસ્થ્ય માટે ઘણા કારણોસર ફાયદાકારક છે. Carrot Juice પીવાના ફાયદા અનેક છે. ગાજરમાં અનેક એંટીઓક્સીડેટ્સ અને તત્વ જોવા મળે છે. જે સંપૂર્ણ સ્વાસ્થ્યને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે. Vitamin Eની સારી માત્રા હોવાથી આંખોની રોશની માટે ગાજર ખૂબ લાભકારી છે. આ સૌથી સ્વાદિષ્ટ અને લાભકારી જડવાળી શાકભાજીમાંથી એક છે અને લગભગ બધી ઋતુમાં તે મળી જાય છે. 
 
આંખોની રોશની માટે કમાલ 
 
ગાજરના રસ કૈરોટીનૉયડનુ એક સારુ સ્ત્રોત છે. જેમા બીટા કૈરોટીન, લ્યુટીન અને જેક્સૈન્થિન સામેલ હોય છે. જે આખોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગાજરના રસ અથવા જ્યુસથી લોહીમાં વધારો થાય છે. ખાસકરીને આંખો માટે ગાજર ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી આંખોની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. વિટામિન 1 ની કમીથી આંખોની રોશની કમજોર થઈ શકે છે. આવામાં આખોની રોશનીનુ તેજ વધારવા માટે રોજ ગાજરનુ જ્યુસ પીવો.  
 
 
એંટીઓક્સીડેંટથી ભરપૂર 
 
ગાજરમાં કેરોટીનોઈડ હોય છે જે એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે અને ફ્રી રેડિકલ સામે લડે છે. ગાજરનો રસ પીવાથી વૃદ્ધત્વનો દર ધીમો કરી શકાય છે. ગાજર તમારા શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરી શકે છે.
 
ઈમ્યુનિટી વધારવામાં રામબાણ
 
  ગાજર તમને હાનિકારક વાયરસ, બેક્ટેરિયા અને બળતરાથી બચાવી શકે છે. ગાજરનો રસ પીવાથી તમને પૂરતા પ્રમાણમાં વિટામિન અને ખનિજો જેવા કે B6, K, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે મેળવવામાં મદદ મળી શકે છે. તેઓ તમારા હાડકાં, નર્વસ સિસ્ટમને મજબૂત બનાવી શકે છે અને મગજની શક્તિને પણ સુધારી શકે છે.
 
બ્લડ શુગરને કરે છે કંટ્રોલ 
 
ઓછી માત્રામાં ગાજરનો રસ પીવાથી લોહી શર્કરાના સ્તરને ઓછુ કરવામાં મદદ મળી શકે છે. ઉંદર પર એક અભ્યાસથી જાણ થાય છે કે કિગ્વિત ગાજરનો રસ રક્ત શર્કરા ઓછી કરે છે અને અન્ય સંબંધિત માર્કરોમાં સુધાર કરે છે. કારણ કે રસમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે લાભકારી બેક્ટેરિયા હોય છે જે ડાયાબિટીસ સાથે જોડાયેલા બેક્ટેરિયાને પ્રભાવિત કરે છે. 
 
 
સ્ટ્રેસ ઘટાડે 
 
ગાજરના જ્યુસમાં બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. એક અભ્યાસ અનુસાર, બીટા કેરોટીન ઑક્સીડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે જ આ ગ્લૂટાથિયોન મેટાબૉલિઝ્મમાં સુધારો કરે છે.   
 
સ્કિન બનશે સુંદર 
 
ગાજરમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન-A મળી આવે છે. દરરોજ 1 ગ્લાસ ગાજરનો જ્યુસ પીવાથી સ્કિનમાં નિખાર આવે છે. 
 
પ્રેગ્નેન્સીમાં પણ ફાયદાકારક
 
ગાજરના જ્યુસનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઓછું થઇ જાય છે. તેમાં મળી આવતો એન્ટી કેન્સર ગુણ તેનાથી બચાવી રાખે છે. આ સાથે જ તે પ્રેગ્નેન્સીમાં પણ ફાયદાકારક હોય છે. આ સાથે ગાજરનો જ્યુસ પીવાથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે.  
 
હૃદયની બીમારીઓનું જોખમ ઘટી જાય છે
 
ગાજરના જ્યુસનું સેવન હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું કરવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ તેને પીવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Carrots Benefits - આ કારણે શિયાળામાં ગાજર ખાવુ છે લાભકારી