Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Flax Seeds: હાઈબીપીની સમસ્યા હોય કે વધતા વજનની હોય પરેશાની, નાનકડી અળસી દૂર કરે છે મોટા મોટા રોગ

Flax Seeds: હાઈબીપીની સમસ્યા હોય કે વધતા વજનની હોય પરેશાની, નાનકડી અળસી દૂર કરે છે મોટા મોટા રોગ
, બુધવાર, 22 જૂન 2022 (16:06 IST)
Flax Seeds:  અળસીના બીજોને તીસી કે ફ્લેક્સ સીડ પણ કહેવામાં આવે છે.  તેને સુપર સીડ્સ માનવામાં આવે છે.  તેને સુપર સીડ્સ માનવામાં આવે છે. અલસી તમારા દિલ માટે લાભકારી છે. અલસી એંટીઓક્સીડેટ પણ છે. એંટી ઈફ્લેમેટરી પણ છે. આ ઉપરાંત અલસી માઈક્રો અને મેક્રો ન્યુટ્રિએંટ્સનો ખજાનો પણ છે.  અલસીના બીજમાં લગભગ 35% ફાઈબર જોવા મળે છે. માત્ર 10 ગ રામ બીજોને કન્યુઝમ કરવામાં આવે તો તમારા શરીર માટે રોજ જરૂરી પ્રોટીન, ફાઈબર, ઓમેગા 3 ફૈટી એસિડ્સ અને અનેક મહત્વપૂર્ણ વિટામિંસ અને મિનરસ્લ મળી  જાય છે. અલસીના સેવનથી તમે જાડાપણુ અને હાઈબીપીને થોડુઘણુ  કંટ્રોલ કરી શકો છો.  આ ઉપરાંત જાણો અળસીના બીજના શુ બીજા શુ ફાયદા છે. 
 
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય અને ઉત્ત ભારતમાં ઘણા ઘરોમાં અળસી મુખવાસના રૂપમાં મુખવાસના ડબ્બામા જોવા મળે છે. કેટલાક લોકો તેને શેકીને ખાય છે, તો કેટલાક લોકો તેને વરિયાળી, તલ સાથે ભેળવીને ઉપયોગ કરે છે. પરંતુ લોકોના મનમાં સવ આલ કે ફ્લેક્સ સીડ ખાવાની સાચી રીત કઈ હોઈ શકે?
 
અળસીને સાધારણ શેકીને વાટીને જ ખાવી જોઈએ. જેથી તેનો ભરપૂર ફાયદો મળે.  તેના બીજનુ આવરણ કઠોર હોય છે જેને આપણુ પેટ ઓગાળી શકતુ નથી, તેને વાટી લેવામાં આવે તો એ સહેલાઈથી શરીરમાં મિક્સ થઈ શકે છે. 
 
અળસીનુ આ રીતે કરો સેવન 
 
બજારમાંથી અળસીના બીજ લાવો. તેને સાધારણ સેકી લો અને ખલબત્તામાં વાટીને પાવડર બનાવો. તમે ઈચ્છો તો થોડું કાળું મીઠું પણ ઉમેરી શકો છો. આખા દિવસ દરમિયાન દરરોજ 3-4 ચમચી (આશરે 20-25 ગ્રામ) ચાવો. હાર્ટ પ્રોબ્લેમ હોય, હાઈ બ્લડ પ્રેશર હોય કે વજન ઓછું કરવા માગતા હોય તો આ પાઉડર દરેકને ફાયદો કરશે. ફ્લેક્સસીડમાં જોવા મળતું ઓમેગા 3 હૃદય માટે ખૂબ સારું માનવામાં આવે છે. આ બીજમાં ALA (આલ્ફા લિનોલીક એસિડ) હોય છે, જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય છે. 
 
ફાઈબરની ખાણ છે અળસી 
 
ફ્લેક્સ સીડમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને આ ફાઈબર સોલ્યુએબલ અને ઈનસોલ્યુએબલ બંને હોય છે. દ્રાવ્ય ફાઇબર પેટમાં જઈને, પાણીને શોષીને પાચનની પ્રક્રિયાને ધીમી કરે છે, જેનાથી તમારી ખાવાની લાલસા ઓછી થાય છે, જેની સીધી અસર તમારી સ્થૂળતા પર પડશે. ડાયાબિટીસના દર્દીઓને પણ આ જ સીધી અસર થાય છે, બ્લડ સુગર નિયંત્રિત થાય છે. ઈનસોલ્યુએબલ ફાઇબર પચતુ નથી પરંતુ તે સૂક્ષ્મજીવો માટે એક ઉત્તમ વસ્તુ છે જે તમારા આંતરડાને સ્વસ્થ રાખે છે, એટલે કે, પાચનતંત્ર પણ સંતુલિત રહેશે. આ જ ફ્લેક્સ સીડ પાઉડર IBS અને કબજિયાતની ફરિયાદ કરનારાઓને પણ ફાયદો કરે છે. મતલબ કે અળસીના બીજનો 20-25 ગ્રામ પાવડર ઘણી સમસ્યાઓનો ઉકેલ છે.
 
આ રીતે ઉપયોગ કરો અળસીના બીજ 
 
જે લોકો મોંઘા ઓલિવ ઓઈલનો યુઝ કરે છે, અળસીનુ તેલ એ રીતે અજમાવો આ સસ્તુ છે અને તેમા ગુણ વધુ છે.  જે લોકો ચિયા સીડ્સ ખાય છે તે પણ અળસીના બીજને ચિયા સીડ્સની જેમ ઉપયોગ કરી શકે છે. અળસીના બીજનો પાવડર બનાવવા માટે ગ્રાઈંડ બિલકુલ ન કરો. ખલબત્તામાં વાટીને જ તૈયાર કરો.  બટરમિલ્કમાં મિક્સ કરો. દૂધમાં ભેળવીને પીવો અથવા કુણા પાણીમાં મિક્સ કરીને ઉપયોગ કરો. કે એમ જ ખાઈ શકો છો. પણ દિવસમાં 2-15 ગ્રામ જરૂર ખાવ. બટરમિલ્કમાં મિક્સ કરો. દૂધમાં ભેળવીને પીવો કે કુણા પાણીમાં મિક્સ કરીને તેનો ઉપયોગ કરો કે પછી આમ જ ખાઈ શકો છો. પણ દિવસમાં 20-25 ગ્રામ જરૂર ખાવ. ઘરના વડીલોને જરૂર ખવડાવો. 
 
ફ્લેક્સ સીડ હાઈ બીપીને નિયંત્રિત કરવામાં અસરકારક 
ક્લિનિકલ સ્ટડિઝદર્શાવે છે કે આ બીજ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ અસરકારક છે. આ બીજનો 20 ગ્રામ પાવડર દોઢ મહિના સુધી સેવન કર્યા બાદ 250 થી વધુ લોકોમાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓમાં બીપીમાં ઘટાડો જોવા મળ્યો હતો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Skin Care from Green Tea: માત્ર વજન ઘટાડવા જ નહી, ત્વચા માટે પણ વરદાન છે ગ્રીન ટી જાણો તેના ફાયદા