Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Side Effect of Rice - શુ તમે પણ ભાત વધુ ખાવ છો ? તો તમને ઉઠાવવા પડશે આ નુકશાન

white rice
, સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (17:16 IST)
ભાત લગભગ દરેક કોઈ ખાવા પસંદ કરે છે. લોકો ભલે રાત્ર ભાતને એવોઈડ કરી દે છે પણ બપોરના સમયે ભાત તો જાણે તેમની ફેવરેટ ડિશ હોય છે. ભાત ખાવાથી પેટ તો ભરાય જ જાય છે પણ ભૂખ પણ વારેઘડીએ લાગતી રહે છે.  વધુ પ્રમાણમાં ભાતનુ સેવન કરવાથી શરીરને અનેક પ્રકારનુ નુકશાન થઈ શકે છે.  જો તમે પણ વધુ ભાતનુ સેવન કરો છો તો તેનાથી થનારા નુકશાન વિશે જાણી લો.. 
 
ડાયાબિટીસ - એક વાડકી ભાતમાં ઓછામાં ઓછી 10 ચમચી જેટલી કેલોરી હોય છે. રોજ તેનુ સેવન કરવાથી ડાયાબીટીસની શક્યતા વધી જાય છે. 
 
જાડાપણુ - બાફેલા ચોખામાં કાર્બોહાઈડ્રેટ્સની માત્રા પણ વધુ હોય છે જે વજન વધારવાનુ કામ કરે છે. 
 
ઓવર ઈંટિંગ - આમ તો ભાત ખાવાથી પેટ જલ્દી ભરાય જાય છે અને આ સહેલાઈથી પચી પણ જાય છે. પણ તેને ખાવાથી વારેઘડીએ ભૂખ પણ લાગે છે. 
 
ઓછુ ન્યૂટ્રિએંટ્સ - સફેદ ભાતમાં ન્યૂટ્રિએંટ્સની માત્રા ખૂબ ઓછી હોય છે. જેના કારણે શરીરને જરૂરી વિટામિન્સ અને ન્યૂટ્રિએંટ્સ મળતા નથી. 
 
નબળા હાડકા - સફેદ ચોખામાં વિટામિન સી ની માત્રા ઓછી હોય છે. જેને કારણે હાડકાને કોઈ ફાયદો થતો નથી. 
 
પાચન શક્તિમાં પ્રોબ્લેમ્બ - સફેદ ચોખામાં ફાઈબર્સની માત્રા ખૂબ ઓછી હોય છે. તેમને વધુ માત્રામાં ખાવાથી પાચન શક્તિ કમજોર થઈ જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video રોજ ખાશો ટામેટા તો નહી થાય કેંસર, વાંચો તેના બીજા અનેક ફાયદા