Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Kutch News - ડિઝિટલ સરવેની કામગીરી આરંભાતા આઝાદી બાદ અગરિયા પહેલીવાર રેકોર્ડ પર આવશે

Kutch News - ડિઝિટલ સરવેની કામગીરી આરંભાતા આઝાદી બાદ અગરિયા પહેલીવાર રેકોર્ડ પર આવશે
, શનિવાર, 8 જુલાઈ 2017 (12:36 IST)
કચ્છ ગુજરાતનો એક એવો વિસ્તાર છે જ્યાં રાત્રીનું વાતાવરણ ચંદ્રની શીતળ ચાંદની અને અજવાળાથી જગમગી ઉઠે છે. ત્યાંના રહેવાસી અગરીયાઓ આપણો દેશ આઝાદ થયો ત્યાં સુધી સરવે વિહોણા રહ્યાં છે. સરકાર દ્વારા રણને સર્વે નં. શૂન્ય નામ અપાયું છે. ત્યારે હાલમાં રણમાં મીઠું પકવતા અગરિયાઓનો ડિઝિટલ સર્વે કરી એમની વિગતવાર માહિતી મેળવી એને ઓન લાઇન મુકાતા રણના દુર્ગમ અને આંતરિયાળ વિસ્તારના  અગરિયાઓને હવે ડિઝિટલ સરનામું મળશે.5000 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવતું કચ્છનું નાનું રણ એવો ગુજરાત અને દેશનો એકમાત્ર પ્રદેશ છે, કે જેનો ક્યારેય સર્વે હાથ ધરાયો જ નથી.  સરકારના ધ્યાન પર લાવતાં, આ વિસ્તારનો એરિયલ સર્વે કરી તેને આઝાદી પછી પહેલીવાર સરકારે સર્વે નંબર ઝીરો – આપ્યો છે. આ વિસ્તાર અન-સર્વે લેન્ડ હોવાથી અને કોઈપણ રેવન્યુ વિલેજની હદ-હકુમતમાં આવતી ના હોવાથી ચારેય જિલ્લાના એકપણ ગામ પાસે આ વિસ્તારનું રેવન્યુ રેકર્ડ ઉપલબ્ધ નથી. સેન્ટ્રલ સોલ્ટ કમિશ્નરનાં રીપોર્ટમાં કચ્છના નાના રણમાં અગરિયાઓ દ્વારા પકવવામાં આવતા મીઠાના કુલ ઉત્પાદનને ‘સોલ્ટ-પ્રોડક્શન બાય અન-રેક્ગ્નાઈઝ યુનિટ’ તરીકે બતાવવામાં આવે છે. દરેક અગર પર જઈ તેમાં અગરિયા પરિવારની માહિતી, બાળકોનું શિક્ષણ, મીઠા ઉત્પાદન, પાટાનું લોકેશન અક્ષાંશ - રેખાંશ માં, ડીઝલ ખર્ચ, પરિવારનો કુલ માસ વાર ખર્ચ, આરોગ્ય પર કરેલ ખર્ચ વગેરે તમામ વિગત લેવાઈ ત્યારબાદ અગરિયા જયારે પોતાના ગામમાં પાછા ફરે ત્યારે તેમના ગામ માં જઈ, ગામની વિગત, અને તેમના ગામમાં રહેઠાણની વિગત, અને ફરીથી અક્ષાંશ રેખાંશ માં સરનામું લઇ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં 150 સીટો જીતીને પીએમને ભેટ આપીશું - અમીત શાહ