Festival Posters
✕

Unhealthy Breakfast - સવારના બ્રેકફાસ્ટમાં જો તમે ખાશો આ વસ્તુ તો થઈ જશો તમે ડાયાબિટિસના શિકાર

Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2023 (16:01 IST)
unhealthy breakfast
Unhealthy Breakfast - સવારે ઉઠ્યા બાદ લોકો તરત જ નાસ્તો કરી લે છે, જેથી તેમને એનર્જી મળે છે. ખરેખર, સવારે આપણું શરીર ઉપવાસની અવસ્થામાં હોય છે અને ચયાપચય ખૂબ જ નબળું હોય છે.આપણે સવારે ખૂબ ભૂખ્યા હોઈએ છીએ. એટલા માટે આપણે ઘણીવાર એવી વસ્તુઓ ખાઈએ છીએ અને પીતા હોઈએ છીએ જે આપણને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે સવારે જે વસ્તુઓનું સેવન કરો છો તે તમારા માટે કેટલી હાનિકારક સાબિત થઈ શકે છે. આવો અમે તમને જણાવીએ કે સવારે ઉઠીને તમારે કઈ વસ્તુઓનું સેવન બિલકુલ ન કરવું જોઈએ
 
પૅનકૅક્સ અને મીઠી વસ્તુઓ: તમારે સવારે પૅનકૅક્સનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. નાસ્તામાં મીઠી વસ્તુઓ ન ખાવી જોઈએ. સવારે મીઠી વસ્તુઓ ખાવાથી તમારું શુગર લેવલ વધી શકે છે અને ભવિષ્યમાં તમે ડાયાબિટીસનો ભોગ બની શકો છો. તૈયાર કરેલા જ્યુસ અને એનર્જી ડ્રિંક્સઃ સવારના નાસ્તામાં ક્યારેય પણ તૈયાર જ્યુસ કે એનર્જી ડ્રિંક ન પીવો. તૈયાર કરેલા રસમાં ઘણી બધી ખાંડ હોય છે. આ પીવાથી તમને ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે. સાથે જ એનર્જી ડ્રિંક પણ બ્લડ શુગર વધારે છે 
 
પૈક્ડ જ્યુસ અને એનર્જી ડ્રિંક્સઃ સવારના નાસ્તામાં ક્યારેય પણ તૈયાર જ્યુસ કે એનર્જી ડ્રિંક ન પીવો. પૈક્ડ જ્યુસમાં ઘણી બધી ખાંડ હોય છે. આ પીવાથી તમને ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે. સાથે જ એનર્જી ડ્રિંક પણ બ્લડ શુગર વધારે છે.
 
બ્રેડ અને જૈમ - કેટલાક લોકો સવારના સમયે નાસ્તામાં બ્રેડ અને જૈમ ખાવી પસંદ કરે છે. અનેકવાર તો બાળકોના ટિફિનમાં લોકો બ્રેડ અને જૈમ પૈક કરીને આપે છે. પણ શુ  તમે જાણો છો કે બ્રેડ અને જેમમાં ફૈટ અને શુગર ખૂબ માત્રામાં હોય છે.  જે આગળ જઈને તમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.  તેથી જો તમને આરોગ્યપ્રદ રહેવુ છે તો ક્યારેય પણ બ્રેડ અને જૈમ ન ખાશો. 
 
ચા અને કોફી - કેટલાક લોકો સવાર સવારે સૌથી પહેલા ચા કે કોફી પીવે છે. જો તમે પણ આવુ કરો છો તો આ આદત આજથી જ બદલી નાખો.  ખાલી પેટ ચા કે કોફી પીવાથી એસિડ બને છે જેને કારણે તમને ગેસ, બળતરા અને સોજાની સમસ્યા થઈ શકે છે. કોફીમાં ઘણા માત્રામાં કૈફીન જોવા મળે છે. કૈફીનનુ સેવન આરોગ્ય માટે ખૂબ જ વધુ હાનિકારક હોય છે. 

Edited by - Kalyani Deshmukh 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે રડવા બદલ 8 મહિનાની બાળકીની ક્રૂર હત્યા, ત્રણ વર્ષ પછી માતાની ધરપકડ

રેહાન વાડ્રાના ફોટો પ્રદર્શન પર વિવાદ: બિકાનેર હાઉસમાંથી 70 થી વધુ ફોટોગ્રાફ્સ હટાવાયા, પ્રિયંકા ગાંધી ગુસ્સે

સોનિયા ગાંધી સોશિયલ મીડિયા પર પાછા ફર્યા, તેમની પહેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શું ખાસ છે? 4 કલાકમાં 80,000 લાઇક્સ અને 22,000 ફોલોઅર્સ.

જલેબીને લઈને અંધાધૂંધી મચી ગઈ... ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે મારામારી, પોલીસ અધિકારીએ અધિકારીને થપ્પડ મારી

બુકિંગ શરૂ થતાં જ iPhone Duo સ્ટોકમાંથી બહાર થઈ જશે, હવે આવતા વર્ષે ₹299,000 માં ઉપલબ્ધ થશે!

વધુ જુઓ..

ધર્મ

દિવાળીનું પૌરાણિક મહત્વ: જાણો શા માટે ઉજવાય છે દિવાળી ? ક્યારથી શરૂ થયો દિપોત્સવ ?

કરવા ચોથ માટે પૂજા સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 22 ઓક્ટોબર 2026

દિવાળીની સાફ-સફાઈ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલો, જાણો લક્ષ્મીના વાસ માટે શુ કરવુ શુ ન કરવુ

કરવા ચોથ એટલે શુ છે ? જાણો આ વ્રતનુ મહત્વ અને સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત તેના વિશે

આગળનો લેખ
Show comments