Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Leg Cramps- પગમાં ખેંચાણ પડે છે તો કરવું આ 5 કામ

Leg Cramps- પગમાં ખેંચાણ પડે છે તો કરવું આ 5 કામ
, મંગળવાર, 1 જાન્યુઆરી 2019 (14:46 IST)
નબળાઈના કારણે પગમાં ખેંચાણ પડે છે તો કરવું આ 5 કામ _Cramp in leg 
નબળાઇને કારણે થાય છે પગમાં ખેંચાણ તો કરો આ ઉપાય
 
- નબળાઇના કારણે કેટલીક મહિલાઓને રાતના સમયે પગમાં ખેંચાણ થવા લાગે છે.  આમ તો તેનો કોઈ ખાસ કારણ નથી પણ શારીરિક નબળાઈ ઉઠવા બેસવાનો તરીકો
-કેલ્શ્યિમથી ભરપૂર આહારનું સેવન 
- ગરમ દૂધનુ સેવન
- તેના માટે વોર્મ શાવર છે ખુબ ફાયદાકારક 
- આ માટે તમે રોજ ખાઓ કેળા
- આ રીતે કરો સરસિયાના ગરમ તેલથી મસાજ કરવી 
નબળાઈના કારણે હમેશા મહિલાઓને રાતના સમયે પગમાં ખેંચાણ થવાની સમસ્યા થઈ જાય છે આમ તો તેનો કોઈ ખાસ કારણ નથી પરંતુ શારીરિક કમજોરી, ઉઠવા-બેસવાની ખોટી રીત અને બેલેન્સ ડાયેટ પર ધ્યાન ન આપવું પણ તેનું કારણ હોય શકે છે. કેટલીક વખત પગમાં થતા ખેંચાણથી થોડીક આરામ મળે છે. પરંતુ સતત આ સમસ્યા થતાં ચાલવામાં પ્રોબ્લેમ થવા લાગે છે. તેનાથી બચવા માટે દવાઓનું સેવન કરવા કરતા કેટલાક ઘરેલું ઉપાય કરવા જોઇએ.
 
કેલ્શ્યિમથી ભરપૂર આહારનું સેવન 
જે હાડકાથી સંકળાયેલી કમજોરી માનવામાં આવે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે કેલ્શ્યિમથી ભરપૂર આહારનું સેવન કરવું જોઇએ. કેલ્શ્યિમ યુક્ત આહારનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. દૂધ, લીલા શાકભાજી, ફળ અને સૂપને ડાયેટમાં સામેલ કરી શકો છો.
 
ગરમ દૂધનુ સેવન
રોજ રાતે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધનું સેવન કરવું જોઇએ. તેને બેસ્ટ સુપરફૂડ્સમાંથી એક માનવામાં આવે છે. તેના સેવનથી માંસપેશીઓને મજબૂતી મળે છે. તેનાથી ખેંચાણની સમસ્યાથી રાહત મળે છે.
 
વોર્મ શાવર છે ફાયદાકારક 
નવશેકા પાણીથી સ્નાન કરવાથી પગમાં થતા ખેંચાણમાં મદદરૂપ થાય છે. તેનાથી માંસપેશીઓમાં થતા ખેંચાણની સમસ્યાથી રાહત મળે છે. તેનાથી રાહતમ મેળવવા માટે તમે પગ માટે હોટ પેડનો પણ ઉપયોગ કરી શકો છો.
 
રોજ ખાઓ કેળા
કેળામાં રહેલા કેલ્શ્યિમ હાડકાની મજબૂતી માટે ફાયદાકારક છે. તેમા કેટલાક પોષક તત્વ શારીરિક કમજોરીને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ખેંચાણની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે રોજ કેળાનું સેવન કરી શકો છો.
 
સરસિયાના તેલથી મસાજ
સરસિયાના તેલમાં એસિટીક એસિડ કોઇપણ દુખાવાથી રાહત મેળવવામાં મદદરૂપ થાય છે. તેનાથી કોઇ નુકસાન થતું નથી આ તેલને નવશેકુ ગરમ કરીને તેનાથી પગની મસાજ કરી શકો છો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ન્યૂ ઈયર પાર્ટીમાં જઈ રહ્યા છો તો પહેલા આ 5 વાત જરૂર વાંચી લો