Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Control High Uric Acid: હાઈ યુરિક એસિડ હાડકાંને હોલો કરે છે, આ ખોરાક ખાવાથી નિયંત્રિત થાય છે

uric acid
, ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (00:31 IST)
Best And Worst Foods For Uric Acid- આજકાલ યુરિક એસિડની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. યુરિક એસિડ જે અમારા લોહીમાં હોય છે. શરીર જ્યારે પ્યુરીન નામના કેમિકલને તોડે છે ત્યારે યુરિક એસિડ બને છે. ઘણી બાબતમાં આવુ હોય છે યુરિક એસિડ લોહીમાં મળી જાય છે અને કિડનીથી પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. એવા ફૂડસ જેમાં પ્યુરીન હોય છે જો તેનો વધારે સેવન કરાય તો શરીરમાં યુરિક એસિડની માત્રા વધી જાય છે. 
 
યુરિક એસિડના કારણે થાય છે આ સમસ્યાઓ 
શરીરમાં જો યુરિક એસિડ વધી જાય તો હાઈપરયુરિસીમિયા નામનો રોગનો સામનો કરવો  પડે છે. આ રોગમાં યુરિક એસોડનો ક્રિસ્ટલનો રૂપ લઈ  લે છે. આગળ જઈને અહીં ક્રિસ્ટલ સાંધામાં સેટલ થઈ જાય છે જેનાથી ગઠિયા અને અર્થરાઈટિસ (Arthritis) ની સમસ્યા થઈ જાય છે. આ ક્રિસ્ટલ જો કિડનીમા સેટલ થઈ જાય છે તો તેનાથી કિડની સ્ટોનની સમસ્યાનો સામનો કરવો પડે છે. 
 
જાઈંટ્સ અને ટિશૂજ પણ થઈ શકે છે ડેમેજ 
યુરિક એસિડની સમય પર સારવાર કરવી ખૂબ જરૂરી છે કારણે તેનો લેવલ વધવાથી હાડકાઓ, જાઈંટસ અને ટિશૂજ ડેમેજ થઈ શકે છે. યુરિક એસિડ વધવાના કારણે ઘણી વાર કિડની અને દિલના રોગનો સામનો કરવો પડે છે. યુરિક એસિડને યોગ્ય લાઈફ્સ્ટાઈલ અજમાવીને ઓછુ કરી શકાય છે. 
 
આ ફૂડસને ખાઈને કરવુ ઓછુ 
યુરિક એસિડને ઓછુ કરવા માટે તમને લો ફેટ પ્રોડક્ટસનુ સેવન કરવો જોઈએ. શોધમાં મળ્યુ છે કે જે લોકોને સાંધાના રોગની સમસ્યા છે તેને લો ફેટ પ્રોડક્ટસ ખાવુ જોઈએ. તે સિવાય માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે તેથી તેને ડાઈટમાં શામેલ કરવુ એક સારું ઑપ્શન છે. કેટલાક સી ફૂડસમા વધારે માત્રામાં પ્યુરીન હોય છે. તેથી જે લોકોને યુરિક એસિડની સમસ્યા છે તેને સી ફૂડથી દૂર રહેવુ જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diwali Health Tips : દિવાળી પર જરૂર અજામાવો આ હેલ્થ ટીપ્સ, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો