Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - ફણગાવેલા કઠોળ કાયાકલ્પ કરનાર અમૃતઆહાર છે

Webdunia
ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (09:03 IST)
કઠોળ ફણગાવવાની  રીત - કોઈપણ કઠોળને પલાળતા પહેલા તેને સ્વચ્છ પાણીથી યોગ્ય રીતે ધોઈ લો. ઘણા લોકોને સીધા કઠોળ પલાળવાની ટેવ હોય છે. આ કારણથી તેના પર રહેલો પાવડર જેવો કચરો યોગ્ય રીતે સાફ થતો નથી. આથી તેને પલળતા પહેલા પાણીથી ચોક્કસ સાફ કરવા જોઈએ.
 
- કઠોળ પલાળતી વખતે પાણી યોગ્ય પ્રમાણ મા ન લો તો કઠોળ વ્યવસ્થિત રીતે ફૂલતા નથી. આથી જો તમે એક કપ કઠોળ લો છો તો તેની સામે ચાર ગણુ પાણી ઉમેરવું જોઈએ. આવુ કરવાથી કઠોળ યોગ્ય રીતે પલળશે.
 
- કઠોળ યોગ્ય રીતે ફણગાવવા  હોય તો સૌપ્રથમ દાળને ચાળણીમાં કાઢી લો. પછી તેમાંથી પાણી નીતરી જાય ત્યાં સુધી તેના પર ભીનુ કપડુ ઢાંકીને પલાળવા દો. આવુ કરવાથી કઠોળ સારી રીતે ફણગાવી શકાય છે.
 
- કઠોળને યોગ્ય રીતે ફણગાવવા માટે તેને ઓછામાં ઓછો ૨૪ થી ૩૬ કલાક માટે પલાળવા જોઈએ. કઠોળ ફણગાવટી વખતે એને એવી જગ્યાએ રાખવુ જ્યાં વધારે ગરમી કે ઠંડી ન હોય.
 
- જો તમે ચાળણીમાં કઠોળ ફણગાવતા હોય તો ચાળણી ની નીચે એક વાટકો રાખી દો. જેથી કઠોળને યોગ્ય હવા મળતી રહે અને કપડાને થોડા થોડા સમયે પલાળતા રહો જેથી દાણા સારી રીતે ફણગાવી શકાય. પરંતુ કપડુ એટલુ પણ ભીનુ કરવું કે જેથી તેમાંથી પાણી ટપકવા લાગે.

ફણગાવેલા  કઠોળ ફાયદા 
 
- ફણગાવેલા ઘઉંમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. શરીરની કાર્ય ક્ષમતા વધારવા માટે વિટામિન ઈ એક આવશ્યક પોષક તત્વ છે. આટલું જ નહીં પરંતુ આવી ઘઉંનું સેવન કરવાથી ત્વચા અને વાળ પણ ચમકદાર બને છે. કિડની, ગ્રંથીઓ, તંત્રિકા તંત્રની નવી અને મજબૂત કોશિકાઓના નિર્માણમાં પણ મદદ મળે છે. ફણગાવેલા ઘઉંમાં રહેલા તત્વ શરીરમાંથી વધારાની ચરબીનું પણ નાશ કરે છે.
 
– ફણગાવેલા ભોજનને કાયાકલ્પ કરનારા અમૃતઆહાર કહેવામાં આવે છે, આ શરીરને સુંદર તથા સ્વાસ્થ્ય બનાવે છે.
 
-ઉપરાંત અંકુરિત અનાજ થયેલા ખોરાકની શર્કરાને શોષવામાં શરીરને મદદ કરે છે. અંકુરિત અનાજનું સેવન એ સસ્તામાં સસ્તો અને શ્રેષ્ઠ રેસાયુક્ત ખોરાક મેળવવાનો રસ્તો છે.
 
- જે છોકરીઓ ફણગાવેલા ચણા કે મગ ખાય છે તેના વાળ કાળા, ઘટ્ટ અને સુંવાળા બને છે. ચીની સ્ત્રીઓના વાળ કાળા અને ઘટ્ટ હોય છે, કારણ કે ત્યાં રોજ રસોડામાં ફણગાવેલા કઠોળની વાનગી હોય છે,
 
-અંકુરિત અનાજ સાથે કાચા શાકભાજી અને ફળોને ભેગા કરીને તેમાં મધ કે ગોળ નાંખીને ખાવાથી તેની પોષણ-ક્ષમતા અનેકગણી વધી જાય છે. તાવ, કેન્સર અને મજ્જાતંત્રના રોગો (ન્યુરોલોજીકલ-ડીસોર્ડર્સ) માંથી સાજા થવામાં મદદ મળે છે.
 
 
ફણગાવેલા મગમાં રોગપ્રતિકાર શક્તિ પણ છે. જો બ્રોકોલી કે કોબી સાથે ફણગાવેલા કઠોળ ખવાય તો કેન્સર વકરતું નથી.
 
 
અંકુરિત અનાજ લીવર, ફેફસાં અને બરોળને મજબૂત બનાવે છે.
 
-અંકુરિત અનાજના ઉપયોગના બે જ સપ્તાહમાં તંદુરસ્તી, સ્ફૂર્તિમાં વધારો થાય છે. ત્વચામાં સુધારો થાય છે. વિચારશીલતા વધે છે અને ઉત્સાહમાં વધારો થાય છે.
 
  સ્ત્રીઓએ સાંધાના રોગથી પીડાવું ન હોય તો બ્રેડ ન ખાવી. ઘઉની રોટલી ખાય તો સાથે ફણગાવેલા કઠોળ જરૂર ખાવા
 
-સવારનો નાસ્તો એ અંકુરિત અનાજ ખાવાનો શ્રેષ્ઠ સમય છે. વિવિધ અનાજોને અંકુરિત કરીને ખાવાથી વધુ લાભ મળે છે. તેમને કચુંબર સાથે મેળવીને ખાવાથી વધુ પોષણ મળે છે.
 
– દરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.
 
ફણગાવેલા કઠોણ શરીરમાંથી થાક, પ્રદૂષણ અને બહારનું ખાવાથી પેદા થતા એસિડને દૂર કરે છે સાથે જ શરીરને ઊર્જા પણ આપે છે.
 
-ફણગાવેલા અનાજ રેસાયુક્ત અને સેલ્યુલોઝયુક્ત હોવાને કારણે પચેલો ખોરાક ઝડપથી આગળ વધીને સહેલાઈથી મળરૂપે બહાર નીકળી જાય છે. આથી કબજિયાત અને હરસની તકલીફ થતી નથી. આ રેસા પેટમાંની દીવાલ અને પિત્ત વચ્ચે આવરણ રચીને પેપ્ટીક-અલ્સરના જોખમથી બચાવે છે. રેસાયુક્ત ખોરાક રક્તમાંના કોલસ્ટરોલને ઘટાડીને કાર્ડીયો-વાસ્કયુલર રોગો સામે રક્ષણ આપે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Kalashtami Upay: કાલાષ્ટમીના દિવસે કરો આ ઉપાયો, કાલ ભૈરવના આશીર્વાદથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

આગળનો લેખ
Show comments