Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Belly Fat health tips- ડિલીવરી પછી અજમાવો આ દેશી ઉપાય, થોડા જ અઠવાડિયામાં જ Belly Fat ઓછુ થશે

Belly Fat health tips- ડિલીવરી પછી અજમાવો આ દેશી ઉપાય, થોડા જ અઠવાડિયામાં જ Belly Fat ઓછુ થશે
, ગુરુવાર, 17 જૂન 2021 (15:17 IST)
પ્રેગ્નેંસીમાં મહિલાઇને તેમની ડાઈટનો ખાસ કાળજી રાખવી પડે છે. જેથી મા અને બાળકના સારું વિકાસ થઈ શકે. પણ તેનાથી મહિલાઓને વજન વધવાથી ખાસ કરીને પેટના બહાર નિકળવાની પરેશાની હોય છે. પણ આ દરમિયાન શરીર નબળુ થવાથી દવાઓ અને હેવી વર્કઆઉટથી બચવું જોઈએ. તેથી તમે કેટલાક ઘરેલૂ ઉપાયોને અજમાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ ડિલીવરી પછી પેટ ઓછુ કરવાના ઘરેલૂ ઉપાય 
 
બાળકને સ્તનપાન કરાવો 
ડિલીવરી પછી બાળકને દૂધ પીવડાવવાથી પણ વજન ઓછું કરવામાં મદદ મળે છે. અભ્યાસો મુજબ શરીરમાં રહેલ ફેટ સેલ્સ અને કેલોરીજ બન્ને મિક્સ કરીને દૂધ બને છે. તેથી બાળકને દૂધ પીવડાવવાથી તમે ખૂબ સરળતથી તમારો પેટ અને વજન ઓછું થઈ શકે છે. સાથે જ સ્તનપાનથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પણ સારી રીતે હોય છે. તેથી સ્તનપાન કરાવવુ માતા અને બાળક બન્નેના માટે ફાયદાકારી 
 
ગણાય છે. 
 
ઠંડાની જગ્યા હૂંફાણા પાણી પીવું 
ડિલીવરી પછી થોડા સમય માટે ગરમ કે હૂંફાણા પાણીનો સેવન કરવું. આ ઓએટ ઓછું કરવાની સાથે વજન વધવાથી રોકશે. સાથે જ ઈમ્યુનિટી સ્ટ્રાંગ થવાથી રોગોની ચપેટમાં આવવાનો ખતરો ઓછું રહેશે. 
 
ગ્રીન ટીનો કરવો સેવન 
વજન ઓછું કરવા માટે ગીન ટી ખૂંબજ કારગર ગણાય છે. તેમાં રહેલ  એંટી ઑક્સીડેંટસ, એંટી બેકટીરિયલ વગેરે ગુણ તીવ્રતાથી બેલી ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. તે સિવાય તેનાથી મેટાબોલિજ્મ પણ વધે 
 
છે. તેનાથી થાક, નબળાઈ દૂર થઈને દિવસભર એનર્જેટિક લાગે છે. તમે એક દિવસમાં 1-2 કપ ગ્રીન ટીનો સેવન કરી શકો છો. 
 
તજ અને લવિંગનુ પાણી 
માતા બન્યા પછી પેટ ઓછુ કરવા અને બૉડીને યોગ્ય શેપ આપવા માટે તજ અને લવિગનો પાણી પણ બેસ્ટ રહેશે. તેના માટે 1 ગિલાસ હૂંફાણા પાણીમાં 1/2 નાની ચમચી તજ પાઉડર અને 2-3 લવિંગ મિક્સ કરો. 
 
પછી તેને ગાળીને પી લેવું. તેનાથી પેટ ઓછુ થવાની સાથે તમને અંદરથી મજબૂતી મળશે. 
 
અજમાનુ પાણી 
તમે તજની જગ્યા અજમાનુ પાણી પાણી પણ પીવી શકો છો. તેના માટે 1 ગિલાસ પાણીમાં 1 નાની ચમચી અજમા નાખી ઉકાળો. પછી તેને ગાળીને પીવું.  એંટી બેક્ટીરિયલ, એંટી ઈંફ્લેમેંટ્રી ગુણથી ભરપૂર અજમા 
 
વજન ઓછું કરવામાં મદદ કરશે. તેની સાથે જ તેને પીવાથી મેટાબોલિજ્મ સારું હોય છે. તેથી શરીરને આંતરિક રૂપથી રિકવર કરવામાં મદદ મળશે. 
 
મેથીના બીયડનુ પાણે 
તમે પેટને ઓછું કરવા માટે મેથીના બીયડનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે એક ગિલાસ પાણી અને 1 મોટી ચમચી મેથીના બીયડને ઉકાળો. તૈયાર પાણીને ગાળીને હૂંફાણા જ પીવું. આ મહિલાઓના 
 
શરીમાં હાર્મોનને સંતુલિત રાખી પેટ ઓછું કરવામાં મદદ કરે છે. 
 
પેટને ગરમ કપડા કે બેલ્ટથી બાંધવુ 
ડિલીવરીથી વધેલો પેટ ઓછું કરવાથી તમે ગરમ કપડા કે બેલ્ટની મદદ લઈ શકો છો. તેના માટે તમને માત્ર કપડાને ગરમ કરી કે બેલ્ટને પેટ પર બાંધવુ છે. તેનાથી તમારા પેટ પર એકત્ર એકસ્ટ્રા ચરબી દૂર 
 
થવાની સાથે પીઠના દુખાવાથી પણ આરામ મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kulle Ki Chaat - કુલ્લેની ચાટ ખાઈને ચાટ-ભજીયા ખાવાનો ભૂલી જશો