Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટનું ભાષણ - પેટ્રીયોટિક સ્પીચ

Webdunia
મારા બધા આદરણીય શિક્ષક, વાલીગણ  અને વ્હાલા મિત્રોને સવારના નમસ્કાર. આજે આપણે ભારતની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવને ઉજવવા  અહી એકત્ર થયા છે. જેવુ કે આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા દિવસ આપણા સૌ માટે એક મંગલ અવસર છે. આજનો દિવસ બધા ભારતીય નાગરિકો માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે અને આ ઈતિહાસમાં સદા માટે ઉલ્લેખિત થઈ ચુક્યો છે. આ એ દિવસ છે જ્યારે ભારતના મહાન  સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા વર્ષોના મોટા સંઘર્ષ પછી બ્રિટીશ શાસન દ્વારા આપણને આઝાદી મળી. ભારતની આઝાદીના પહેલા દિવસને યાદ કરવા માટે આપણ દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવા સાથે જ એ બધા મહાન નેતાઓના બલિદાનોને યાદ કરીએ છીએ જેમણે ભારતની આઝાદી માટે પોતાની આહુતી આપી. 
 
ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. આઝાદી પછી આપણને આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિમાં તમામ મૂળભૂત અધિકારો મળ્યા. આપણને આપણા ભારતીય હોવા પર ગર્વ હોવો જોઈએ અને આપણા સૌભાગ્યની પ્રશંસા કરવી જોઈએ કે આપણે આઝાદ ભારતની ભૂમિમાં જન્મ્યા છીએ. ગુલામ ભારતનો ઈતિહાસ  જણાવે છે કે કેવી રીતે આપણા પૂર્વજોએ સખત લડાઈ લડી અને ફિરંગીઓના ક્રૂર યાતનાઓ સહન કરી.  આપણે અહીં બેસીને કલ્પના કરી શકતા નથી કે બ્રિટિશ શાસનમાંથી આઝાદી કેટલી મુશ્કેલ હતી.  આ આઝાદીમાં 1857 થી 1947 સુધીના અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણોની આહુતી આપી છે અનેક બલિદાન આપ્યા છે અને કેટલાક દાયકાઓ સુધી સંઘર્ષ કર્યો છે. ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે પહેલો અવાજ બ્રિટિશ આર્મીમાં કામ કરતા સૈનિક મંગલ પાંડેએ ઉઠાવ્યો હતો 
 
બાદમાં ઘણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ આઝાદી માટે લડ્યા અને પોતાનું આખું જીવન આપી દીધું. આપણે બધા ભગત સિંહ, ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદને ક્યારેય ભૂલી શકતા નથી જેમણે ખૂબ જ નાની ઉંમરે દેશ માટે લડતા-લડતા  જીવ ગુમાવ્યો હતો. નેતાજી અને ગાંધીજીના સંઘર્ષને આપણે કેવી રીતે અવગણી શકીએ. ગાંધીજી એક મહાન વ્યક્તિત્વ ઘરાવતા હતા જેમણે ભારતીયોને અહિંસાનો પાઠ ભણાવ્યો હતો. તેઓ એકમાત્ર એવા નેતા હતા જેમણે અહિંસા દ્વારા આઝાદીનો માર્ગ બતાવ્યો અને આખરે લાંબા સંઘર્ષ બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ એ દિવસ આવ્યો જ્યારે ભારતને આઝાદી મળી.
 
આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણા પૂર્વજોએ આપણને શાંતિ અને સુખની ભૂમિ આપી છે જ્યાં આપણે ડર્યા વગર રાત્રે ઊંઘી શકીએ છીએ અને આખો દિવસ આપણી શાળામાં અને ઘરમાં જ આરામથી વિતાવી શકીએ છીએ. આપણો દેશ ટેક્નોલોજી, એજ્યુકેશન, સ્પોર્ટ્સ, ફાઇનાન્સ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે જે આઝાદી વિના શક્ય ન હોત. ભારત પરમાણુ ઉર્જાથી સમૃદ્ધ દેશોમાંનો એક છે.  ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ જેવી રમતોમાં સક્રિયપણે ભાગ લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. આપણને આપણી સરકાર પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે અને આપણે  વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ઉપયોગ કરી રહ્યા છીએ. હા, આપણે સ્વતંત્ર છીએ અને સંપૂર્ણ સ્વતંત્રતા ધરાવીએ છીએ, જો કે આપણે આપણી જાતને આપણા દેશ પ્રત્યેની જવાબદારીઓથી મુક્ત ન ગણવી જોઈએ. દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે કોઈપણ કટોકટી માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. 
 
ભારત માતા કી જય.... જયહિંદ 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dev uthani ekadashi 2024: દેવઉઠની એકાદશી પર ભૂલથી પણ ન કરશો આ કામ નહી તો પછતાશો

Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ

Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

આનંદ મંગલ કરું આરતી... Anand Mangal Aarti Gujarati Lyrics

જલારામ જયંતિ - જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

આગળનો લેખ
Show comments