Webdunia - Bharat's app for daily news and videos

Install App

નિબંધ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM - Modi

Webdunia
મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024 (09:00 IST)
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. 

મોદીની મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીની યાત્રા જુઓ તસ્વીરોમા

આજે જ્યારે રાજનીતિમાં ચારેબાજુ પરિવારવાદની બોલબાલા છે. રાજકારણીય પરિવારમાં વિવાદના સમાચાર સતત ચર્ચામાં છે. આવામાં ગુજરાતમાં રહેનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરિવાર પર એક નજર નાખવી જરૂરી છે. રાજનીતિના વર્તમાન સમયમાં તમને મોદી પરિવારની સ્ટોરી ખૂબ રસપ્રદ લાગશે. તમને એ જાણીને નવાઈ લાગશે કે પ્રધાનમંત્રી મોદીના ભાઈ-ભત્રીજા અને પરિવારના બીજા સભ્ય તેમની ઊંચા મહત્વથી દૂર લગભગ અજાણી જીંદગી જીવી રહ્યા છે.   

આ પરિવારમાં કોઈ ફિટર પદ પરથી રિટાયર થયુ છે, કોઈ પેટ્રોલ પંપ પર સહાયક છે, કોઈ પતંગ વેચીને ગુજરાન ચલાવી રહ્યુ છે તો કોઈ ભંગાર વેચવાનો બિઝનેસ પણ કરે છે.

PM Narendra Modi Birthday:70 વર્ષના પ્રધાનમંત્રી મોદીના 7 મોટા નિર્ણયો જેણે બદલ્યો ઈતિહાસ

 
નરેન્દ્ર મોદી ભારતના 15માં પ્રધાનમંત્રી છે જેમની ઓળખ સમગ્ર વિશ્વમાં છે. મોદી ભારતના સૌથી લોકપ્રિય નેતા છે અને આ જ કારણે તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં ખૂબ વોટોથી જીત નોંધાવી હતી.

કરોડપતિ છે પીએમ નરેન્દ્ર મોદી, જાણો કેટલી છે તેમની વાર્ષિક આવક

નરેન્દ્ર મોદીનું અસલી નામ - નરેન્દ્ર દામોદરદાસ મોદી છે
નરેન્દ્ર મોદીનું લાડકું નામ - નમો
નરેન્દ્ર મોદીનો વ્યવસાય - રાજનેતા
મોદીની પ્રોફાઈલ
નરેન્દ્ર મોદીનું પૂરું નામ - નરેન્દ્ર દામોદરદાસ મોદી
નરેન્દ્ર મોદીનું લાડકું નામ - નમો
નરેન્દ્ર મોદીનો વ્યવસાય - રાજનેતા
 
નરેન્દ્ર મોદીની ઊંચાઈ ફીટમાં - 5 ફીટ 7 ઈંચ (5' 7")
 
નરેન્દ્ર મોદીનું વજન 65-70 કિલો
 
પર્સનલ લાઈફ
 
નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ - 17 સપ્ટેમ્બર 1950
નરેન્દ્ર મોદીની વય (2013માં) -
63 વર્ષ
નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ - વડનગર, મેહસાણા જીલ્લો ગુજરાત.
નરેન્દ્ર મોદીનું મૂળ વતન - વડનગર ગુજરાત
નરેન્દ્ર મોદીનું ઘર - ન્યુ સચિવાલય, ગાંધીનગર ગુજરાત.
નરેન્દ્ર મોદીની રાશિ - કન્યા
નરેન્દ્ર મોદીની શાળા -
નરેન્દ્ર મોદીની કોલેજ - ગુજરાત યુનિવર્સિટી
નરેન્દ્ર મોદીનું શિક્ષણ - પોલિટિકલ સાયંસમાં માસ્ટર ડિગ્રી
નરેન્દ્ર મોદીની ફેમિલી
 
નરેન્દ્ર મોદીના પિતા - દામોદરદાસ મૂલચંદ મોદી
નરેન્દ્ર મોદીની માતા - હીરાબેન
નરેન્દ્ર મોદીના ભાઈ સોમા (75 વર્ષ) હેલ્થ ડિપાર્ટમેંટમાં રિટાયર્ડ ડિપાર્ટમેંટ
પ્રહલાદ (62) - અમદાવાદમાં હાલ દુકાન ચલાવે છે
પંકજ - (57) - માહિતિ ખાતુ ગાંધીનગરમાં ક્લર્ક છે.
નરેન્દ્ર મોદીની બહેન - અમૃત અને વસંતી
નરેન્દ્ર મોદીની પત્ની - જશોદાબેન ચિમનલાલ મોદી (તેઓ સાથે રહેતા નથી)
નરેન્દ્ર મોદીના બાળકો - નથી
નરેન્દ્ર મોદી અફેયર - મિસ માનસી સોની - જમીન શિલ્પી બેંગલોર. તેઓ 2005માં કચ્છ જીલ્લાના વિકાસ માટે પસંદગી પામ્યા હતા (નરેન્દ્ર મોદીએ તેમની સાથેના સંબંધોને નકાર્યા છે)
 
આર્થિક પરિસ્થિતિ
નરેન્દ્ર મોદીની કાર - મોદી પાસે એક બુલેટપ્રુફ કાર છે.
 
પ્રધાનમંત્રી મોદી વિશે કેટલીક અજાણી વાતો
 
ટાઈમ પત્રિકાએ મોદીને પસ્રન ઑફ દ ઈયર 2013ના 42 ઉમેદવારોની યાદીમાં શામેલ કર્યું હતું.
 
અટલ બિહારી વાજપેયીની રીતે નરેન્દ્ર મોદી એક રાજનેતા અને કવિ છે. તે ગુજરાતી ભાષાના સિવાય હિંદીમાં પણ દેશપ્રેમથી ઓતપ્રોત કવિતાઓ લખે છે.
 
જ્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા ત્યારે તેમણે ભારતીય સૈનિકો(ભારત-પાક યુદ્ધ 1965)ના સ્વંયસેવક તરીકે કાર્ય કરતા અને તેમને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડતા. તેમણે 1967માં 17 વર્ષની વયે ગુજરાતમાં આવેલ પૂર દરમિયાન લોકોની મદદ કરી હતી. તેઓ ઓબીસી ફેમિલીમાંથી હતા અને તેમને બાળપણથી જ સંન્યાસી થવાની ઈચ્છા હતી.
 
શાળાકીય શિક્ષણ પછી તેઓ ઘરેથી હિમાલય ભાગી ગયા હતા અને ત્યા તેઓ સાધુ સાથે થોડા મહિના રહ્યા હતા.જ્યારે તેમને પાસે બિલકુલ પૈસા બચ્યા નહી ત્યારે તેઓ બે મહિના પછી ઘરે આવ્યા. ત્યારે જ તેમણે સંન્યાસી થવાનો વિચાર આવ્યો હતો.
 
હિમાલયમાંથી પરત ફર્યા પછી નરેન્દ્રએ પોતાના ભાઈ સાથે રાજ્ય પરિવહન ઓફિસ પાસે ચા નો સ્ટોલ ચલાવવો શરૂ કર્યો. તેઓ પોતાના દેખાવને લઈને હંમેશા સચેત રહેતા. તેમને પ્રેસવાળા કપડા અને વાળ ઓળેલા રાખીને રહેવુ ગમતુ હતુ. તેઓ તેમની માતાના ખૂબ જ નિકટ છે. તેઓ કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાની માતાના આશીર્વાદ લેવાનુ ભૂલતા નથી. તેઓ શુદ્ધ શાકાહારી છે. મોદીએ કહે છે, માંની મમતા, માતાના આશીર્વાદથી જીવન જીવવાની જડીબુટ્ટી મળે છે.
 
તેમની વ્યક્તિત્વ જોઈને ઘણી સ્ત્રીઓ તેમના તરફ આકર્ષતી હતી. તેમના ગઢ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ત્રીઓ માટે સેક્સ સિમ્બોલ છે.
 
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી .
 
મોદીજીનો જીવન સંઘર્ષથી ભરેલુ હતુ. તેમના પરિવારની પરિસ્થિતિ સારી નહોતી. ગરીબીના એ જમાનામાં આપણા પ્રધાનમંત્રીએ ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમણે રેલવે સ્ટેશન પર ચા પણ વેચી હતી. મોદીજી પોતાના પિતાના આજ્ઞાકારી હતા તેથી તેમની મદદ કરવા માટે અને ઘરની પરિસ્થિતિને સુધારવા માટે તેઓ પોતાના પિતાજી સાથે ચા પણ વેચતા હતી.
 
લક્ષ્મણ માઘવ ઈનામદાર જેમને લોકો વકીલ સાહેબના નામથી ઓળખે છે અને ડો. પ્રાણલાલ વ્રજલાલ દોષી ઉર્ફ પપ્પાજી વિશે. આ બે લોકોનો પ્રભાવ મોદીના જીવન પર સૌથી વધાર પડ્યો.
 
13 વર્ષની ઉમરમાં નરેન્દ્ર મોદીની સગાઈ જશોદા બેન ચમનલાલની સાથે કરાઈ અને જ્યારે તેનો લગ્ન થયું તે માત્ર 17 વર્ષના હતા તેમના લગ્ન થયાં પણ એ બન્ને ક્યારે સાથે નહી રહ્યા. લગ્નના થોડા વર્ષ પછી નરેન્દ્ર મોદી ઘરનું ત્યાગ કર્યું.
 
મોદીજી 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. એ સમયે મોદીજીએ ગુજરાતમાં ખૂબ જ વિકાસની યોજનાઓ ચલાવી. ત્યારબાદ મોદીજી 26 મે 2014ના રોજ ભારતના 15માં પ્રધાનમંત્રી બન્યા અને સતત દેશની સેવા કરી રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

આગળનો લેખ