કરોડપતિ બનવાના સપનો દરેક કોઈ જુએ છે પણ તેના માટે પ્લાન બનાવીને તેના પર આગળ વધવાની શરૂઆત બહુ ઓછા લોકો કરે છે તમે નવા વર્ષમાં કરોડપતિ બનવાની દિશામાં ઠોસ શરૂઆત કરીને આવતા 15 વર્ષમાં કરોડપતિ બની શકો છો. આવું કરવું બહુ મુશકેલ નથી. આજે અમે તમને જણાવી રહ્યા છે તમને કરોડપતિ બનવા માટે દર મહિને કેટલી રકમ ક્યાં રોકાણ કરવી પડશે.
બચાવો 21000 રૂપિયા મહીના
તમને કરોડપતિ બનવાનું સપનું પૂરૂ કરવા માટે દર મહિને 1000 રૂપિયાની બચત કરવી પડશે. જો તમે સતત 15 વર્ષ સુધી 21000 રૂપિયા બચાવી શકો છો તો તમને કરોડપતિ બનવાનું સપનું પૂરૂ કરી શકો છો.
સિસ્ટેમેટિક ઈંવેસ્ટમેંટ પ્લાનમાં રોકાણ
કરોડપતિ બનવા માટે જરૂરી છે કે તમે દર મહિને 21 હજાર રૂપિયા સિસ્ટેમેટિક ઈંવેસ્ટમેંટ પ્લાન (એસઆઈપી)માં રોકાણ કરો. એસઆઈપીમાં દર મહિને રોકાણ કરીને તમે લાંબા સમયમાં સરેરાશ 13 ટકા સુધી રિટર્ન મેળવી શકો છો. જો તમે 21 હજાર રૂપિયા 15 વર્ષ સુધી એસઆઈપીમાં લગાવો છો અને તેના પર 12 ટકા અનુમાનિત રિટર્ન મળે છે તો તમે 15 વર્ષમાં કરોડપતિ બની જશો.
કરોડપતિ બનાવાનો ફાર્મૂલા
દર મહિને બચાવો 21000 રૂપિયા
દર મહિને એસઆઈપીમાં કરો રોકાણ 21000 રૂપિયા
રોકાણનો સમય 15 વર્ષ
અનુમાનિત રિટર્ન 12 ટકા વર્ષ
જલ્દી કરોડપતિ બનવા માટે ઉઠાવો આ પગલાં
જો તમે 15 વર્ષથી ઓછા સમયમાં કરોડપતિ બનાવા ઈચ્છો છો તો તમે એસઆઈપીમાં રોકાણની રકમમાં દર વર્ષે 10 ટકા વધારો કરો. જેમ કે તમે એસઆઈપીમાં દરેક મહિને 21000 જમા કરાવો છો તો તમે 10 ટકાનો વધારો કરો. તેનાથી તમે 15 વર્ષથી પહેલા જ કરોડપતિ બની જશો.