Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લાલુ પ્રસાદે મોદીને આપી ચેલેંજ, હિમંત હોય તો આખા દેશમાં દારૂબંધી લાગૂ કરી બતાવો

લાલુ પ્રસાદે મોદીને આપી ચેલેંજ, હિમંત હોય તો આખા દેશમાં દારૂબંધી લાગૂ કરી બતાવો
, બુધવાર, 11 જાન્યુઆરી 2017 (14:07 IST)
રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદે કહ્યુ છે કે શરાબબંધીના સમર્થનમાં માનવ કડીમાં રાજદનો પણ સમાવેશ થશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આખા દેશમાં શરાબબંધી લાગૂ કરવાનો પડકાર આપતા કહ્યુ કે તેમની અંદર આ માટેની હિમંત નથી. લાલૂ બોલ્યા કે પટનામાં ગુરૂ ગોવિંદ સિંહ પ્રકાશ પર્વ સમારંભમાં જ્યારે મુખ્યમંત્રી નીતીશ કુમારે આખા દેશમાં દારૂબંધી લાગૂ વાત રાખી તો પ્રધાનમંત્રીએ સીધો જવાબ ન આપ્યો. તે બિહારમાં દારૂબંધીના વખાણ કરીને નીકળી ગયા. તેમણે આખા દેશમાં દારૂબંધી લાગૂ કરવાને લઈને પોતાની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ. લાલૂએ કહ્યુ કે ભાજપા દારૂબંધીના સમર્થનમાં 21 જાન્યુઆરીના રોજ માનવ કડીમાં આ કારણે સામેલ થઈ રહી છે કે ક્યાક તે અલગ ન પડી જાય. 
 
તેમણે કહ્યુ કે રાજદના નેતા-કાર્યકર્તા તેમા સામેલ થશે. લાલૂ પ્રસાદે જન પ્રતિનિધિયો અને પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને આ આયોજનમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો છે. લાલૂ પ્રસાદે નોટબંધીના મુદ્દે ભાજપાને ધેરતા કહ્યુ કે તેમણે પ્રધાનમંત્રી પાસે 50 દિવસ માંગ્યા હતા. પણ 63 દિવસ વીતી ચુક્યા છે.  પ્રધાનમંત્રી નથી બતાવી રહ્યા કે કેટલુ કાળુ નાણુ નીકળ્યુ. તેમણે સવાલ કર્યો કે નવી નોટ ભાજપાઈઓ પાસેથી જ કેમ જપ્ત થઈ રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોટબંધી પર રાહુલ બોલ્યા - પ્રથમ વખત દુનિયામાં ભારતના PMની મજાક ઉડી, કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે આવશે અચ્છે દિન