Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યૂએસ-ચીન ટૈરિફ વૉર વચ્ચે ભારતને ફાયદો, બીજિંગે ન ખરીદતા એયર ઈન્ડિયા ખરીદશે 10 બોઈંગ વિમાન

air india
, શુક્રવાર, 25 એપ્રિલ 2025 (17:12 IST)
Air India Talks With Boeing:  અમેરિકાની સાથે ચીનના વ્યાપારિક તનાવનો સીધો ફાયદો ભારતને મળતો દેખાય રહ્યો છે. એક બાજુ જ્યા કેટલીક કંપનીઓ ચીન છોડીને ભારતને પોતાના પસંદગીનુ સ્થાન બનાવવા પર વિચાર કરી રહી છે તો બીજી બાજુ ચીની ક્લાયંટે ના પાડતા એયરઈંડિયા 10 બોઈંગના 737 MAX વિમાન ખરીદવા જઈ રહી છે. આ માટે કાયદેસર વાતચીત શરૂ થઈ ગઈ છે.  
 
બોઈંગના સીઈઓ કેલી ઓર્ટબર્ગએ બુધવારે કહ્યુ કે ટૈરિફને કારણે ચીનના ક્લાયંટે આ સંકેત આપ્યો છે કે તે ડિલીવરી નહી લે. તેમણે સ્પષ્ટ કર્યુ કે કંપની હવે આ વિમાનોને કોઈ અન્ય ઈચ્છુક ખરીદદારને સપ્લાય કરશે.  
 
ઉલ્લેખનીય છે કે વિશ્વની બે આર્થિક મહાસત્તાઓ, અમેરિકા અને ચીને એકબીજાના માલ પર 100 ટકાથી વધુ ટેરિફ લાદી છે. રોઇટર્સે તેના અહેવાલમાં બે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે એર ઇન્ડિયા બોઇંગ સાથે લગભગ 10 વિમાન ખરીદવા માટે વાતચીત કરી રહી છે જેનો ઉપયોગ એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે કરવામાં આવશે. એર ઇન્ડિયા એક્સપ્રેસના લગભગ 100 વિમાનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
 
સૂત્રોએ જણાવ્યુ કે એયર ઈંડિયાએ તેમા ખૂબ રસ બતાવ્યો છે અને જો આ વાતચીત સફળ રહે છે તો આ વર્ષના અંત સુધી એયર ઈંડિયા વિમાનોના કાફલામાં તેનો સમાવેશ કરવામાં આવશે.  તેમણે કહ્યુ કે હલ ચર્ચા શરૂઆતના સ્તર પર છે. બોઈંગના આ 10 વિમાનોની ખરીદીથી એયર ઈંડિયાને પોતાઅનો વિસ્તાર કરવામાં મદદ મળશે. કારણ કે હાલ આ સમૂહ પાસે પૂરતી સંખ્યામા વિમાન નથી.  
 
એક નય સૂત્રએ જણાવ્યુ કે ચાઈનીઝ એયરલાઈંસ માટે બનાવેલ વિમાનમાં અલગ કેબિન ફિટિંગ્સ અને સિટિગ્સ હતી. આવામાં એયરઈંડિયાની વર્તમાન જરૂરિયાતોના હિસાબથી તેમા પરિવર્તન કરવુ પડશે. આ સાથે જ તેને અંતિમ કિમંત પછી નિર્ણય કરવામાં આવશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરા નજીક હિટ એન્ડ રનમાં ત્રણના મોત, SUV ચાલક ફરાર