Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર Reliance Jio ના ગ્રાહકોને જ મળશે આ ખાસ સુવિદ્યા, જાણો તમે કેવી રીતે ઉઠાવી શકો છો આ ફાયદો

Webdunia
શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (12:08 IST)
રિલાયંસ જિયો (Reliance Jio) ન આ ગ્રાહકોને આ ખાસ સુવિદ્યા મળવાની છે. નેશનલ પેમેંટ કોર્પોરેશન ઓપ ઈંડિયા (NPCI)એ બુધવારે કહ્યુ કે યૂનિફાઈડ પેમેંટ્સ ઈંટરફેસ (UPI) ઓટોપે હવે માઈજિયો (My Jio) એપ પર લાઈવ છે. Jio ગ્રાહક હવે પોતાના વિવિધ ટૈરિફ પ્લાન માટે  UPI  AUTOPAYનો ઉપયોગ કરીને  MyJio એપ પર પરમાનેંટ નિર્દેશ સેટ કરી શકે છે. 
 
જિયોએ કહ્યુ કે તે  NPCI દ્વારા શરૂ કરવામાં આવેલી અનોખી ઈ-જનાદેશ સુવિદ્યા સાથે લાઈવ થનારો ટેલિકોમ સેક્ટરનો પહેલો ખેલાડી છે. 
 
1 ઓક્ટોબર 2020થી ભારતીય રિઝર્વ બેંક (RBI) ના આદેશ મુજબ યુટિલિટી બિલ, વીમા પ્રીમિયમ, સબસ્કિપ્શન વગેરેનુ ઓટો ડેબિટ રોકાય ગયુ હતુ જેમા હવે  RBIની ન વી ગાઈડલાઈંસ મુજબ યુટિલિટી બિલની ઓટો પેમેંટ એડિશનલ ઓથેંટિકેશન (AFA) કરવી જરૂરી છે.  રિકરિંગ પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI અને પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કરવામાં આવે છે.
 
UPI ઑટોપે સાથે, Jio યુઝર્સને માન્યતા સમાપ્ત થયા પછી પણ તેમની રિચાર્જ તારીખ યાદ રાખવાની જરૂર રહેશે નહીં કારણ કે યુઝર્સ દ્વારા પસંદ કરાયેલ ટેરિફ પ્લાન નિર્દિશિત તારીખે આપમેળે રિન્યુ કરવામાં આવશે.
 
આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, રૂ. 5,000 સુધીના રિચાર્જની રકમ માટે, ગ્રાહકોએ રિચાર્જ ટ્રાન્ઝેક્શનને માન્ય કરવા માટે UPI પિન દાખલ કરવાની જરૂર નથી. NPCIએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે યુઝર્સ UPI ઓટોપે દ્વારા તેમની જરૂરિયાતો અનુસાર ટેરિફ પ્લાનમાં સુધારો કરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments